ઘણાં લોકો ઓરલ હેલ્થનું ધ્યાન નથી રાખતા, જેના કારણે તેમને દાંત અને પેઢા સંબંધી ઘણી સમસ્યાઓ પરેશાન કરતી હોય છે. જેમાંથી એક લોકોને ખૂબ જ પરેશાન કરતી સમસ્યા છે મોમાંથી વાસ આવવી. સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સ્વચ્છતા ન રાખવામાં આવે તો દાંત-પેઢાંમાં સડો થાય છે. ક્યારેક પાયોરિયા જેવો પેઢાંનો રોગ પણ થાય છે. આ સિવાય ઘણાં લોકોને ડાયટિંગ, ઉપવાસ અથવા રોજ મોંમાંથી દુર્ગંધ આવે છે.જેથી આજે અમે તમને મોઢાની વાસને કાયમી દૂર કરવાના ઉપાય જણાવીશું.
દાંતના રોગોને કારણે ઘણાં લોકોના મોમાંથી ગંદી વાસ આવે છે
ઉનાળામાં આ સમસ્યા ખૂબ જ વધી જાય છે
ઘરે જ આ ઉપાયોથી કાયમી દૂર કરો મોંના દુર્ગંધની તકલીફ
શ્વાસની દુર્ગંધ દૂર કરવાની ટિપ્સ
પુષ્કળ પાણી પીવું, દર અડધો-પોણો કલાકે બે-ચાર ઘૂંટડા પીવા. સાદા પાણીમાં લીંબુ નિચોવી દેવું. આ પાણી થોડીક વાર મોંમાં ભરી રાખવું ને પછી ગળી જવું.
તાજી ગ્રીન પાર્સલીનાં પાન ચાવો અને અલોવેરા જેલથી પેઢાં પર મસાજ કરો. આ બન્ને વસ્તુઓ કુદરતી એન્ટીબાયોટિકનું કામ કરે છે. એનાથી મોંનાં ટોક્સિન્સ ખતમ થાય છે અને ચાવવાથી વધુ માત્રામાં લાળ બને છે.
સફરજન, સેલરી, કાકડી, ગાજર જેવાં વેજિટેબલ્સ કાચાં ખાવાથી દાંત કુદરતી રીતે જ સાફ થાય છે. દાંતની વચ્ચે જો પ્લાક કે ખોરાકના કણો ભરાયેલા હોય તો સાફ થાય છે.
કોફી પીતા હો તો એ છોડીને ચા પીવી. કોફીને કારણે જીભ પર પાતળી પરત જામી જાય છે.
બપોરના સમયે શુગર-ફ્રી ચ્યૂઇંગ ગમ ખાઓ. વરિયાળી, તજ કે લવિંગ મોંમાં ચૂસતા રહેવાથી પણ દુર્ગંધ દૂર થાય છે.
ડાયટમાં કાળજી રાખવી જરૂરી છે. ડુંગળી, લસણ, માંસ અને માછલી ન લેવાં. જમ્યા પછી દાંત સાફ કરવા માટે ગાજર કે સફરજનની ચીરીઓ ખાઈ લેવી જેથી ખોરાકના કણો દાંતમાં ભરાઈ ન રહે.