Education News student hunger strike in Gandhinagar
શિક્ષણ સમાચાર /
ગાંધીનગરમાં અહીં બે દિવસથી કેમ ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે વિદ્યાર્થીઓ
Team VTV09:18 AM, 06 Mar 21
| Updated: 06:46 PM, 06 Mar 21
ગુજરાતમાં શિક્ષણ મામલે ગુજરાત સરકારનું ટેન્શન વધી શકે છે.
ટીચર યુનિવર્સીટીમાં ભૂખ હડતાલ
ફી વધારા મુદ્દે વિરોધ
છેલ્લા બે દિવસથી હડતાલ
ગાંધીનગર ટીચર યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ ખરી છે. ફી વધારાને લઈને વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ યથાવત છે. છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ હડતાલ કરી રહ્યાં છે. અગાઉ પણ વિદ્યાર્થીઓએ ફી વધારા મુદ્દે વિરોધ કર્યો હતો. યુનિવર્સીટીએ વિદ્યાર્થીઓને ફી ઘટાડવાની બાંહેધરી આપી હતી. આ બાંહેધરી મુજબ ફી ન ઘટતાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.
શું કહે છે સંચાલકો?
શાળા સંચાલકોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓએ 4 માર્ચના રોજ સેન્ટર ઓફ એજ્યુકેશનમાં તેમની રજૂઆતોનું આવેદનપત્ર આપ્યું હતું. જેને ધ્યાનમાં લઇને તેના પર ત્વરીત કાર્યવાહી કરતા સેન્ટર ઓફ એજ્યુકેશનના આચાર્ય ડૉ. કલ્પેશ પાઠકે લેખિત ઉત્તરમાં વિદ્યાર્થીઓને તેમની રજૂઆતના મુદ્દાને આધારે આગામી 8 અને 10 માર્ચના રોજ ચર્ચા કરવા માટે બોલાવ્યાં છે. વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ આ ઉત્તરનો સ્વીકાર કર્યો હોવા છતાં તેમના પ્રશ્નોનો તત્કાળ ઉકેલ લાવવામાં આવે તેવો દુરાગ્રહ રાખીને, શાંતિપૂર્ણ રીતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને પ્રશ્નોના નિરાકરણને બદલે અન્ય વિદ્યાર્થીઓ (ખાસ કરીને વિદ્યાર્થિનીઓ) પર દબાણ લાવીને સમગ્ર યુનિવર્સિટીની રોજિંદી કામગીરી તથા અભ્યાસકાર્યમાં અડચણ ઊભી કરી રહ્યા છે. અભ્યાસમાં નિષ્ફળ રહેલા આ વિદ્યાર્થીઓ એ અન્ય વિદ્યાર્થીઓના જાતે બની બેઠેલા આગેવાન છે, તેઓ ખરા અર્થમાં વિદ્યાર્થીઓના હિતમાં કામ કરનારા પ્રતિનિધિ નથી અને પોતાના વ્યક્તિગત હિતો માટે અન્ય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યા છે.
વિધાનસભામાં પણ શિક્ષણ મામલે પોલ ખુલી હતી.
ગુજરાતમાં લાયક શિક્ષકો, સ્કુલની ઓરડાની ઘટ્ટ છે અને અમુક શાળાઓમાં વીજળી નથી તો સરકારી શાળાઓ ઘટી રહી છે. આ અંગે સરકારે જવાબ આપ્યા હતા.
રાજ્યમાં સરકારે 2 વર્ષમાં 2 જ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી છે. 2 વર્ષમાં રાજ્યમાં 187 સરકારી શાળાઓને મંજૂરી અપાઇ છે. 147 ખાનગી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી મળી છે. હાલ રાજ્યમાં કુલ 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ શાળાઓ છે. હાલ રાજ્યમાં 5138 ખાનગી માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓ છે.
CM રૂપાણીના હોમટાઉનમાં જ શાળાના ઓરડાની ઘટ
CM રૂપાણીના હોમટાઉનમાં જ શાળાના ઓરડાની ઘટ છે. રાજકોટમાં શાળાઓના ઓરડાઓમાં ઘટનો ગૃહમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં 449 ઓરડાની ઘટ છે. 2 વર્ષમાં એક પણ શાળાના ઓરડા નથી બનાવાયા. ગીર સોમનાથની પ્રાથમિક શાળાના 196 ઓરડાની ઘટ છે.
આ શાળાઓમાં વીજળી જ નથી
વિધાનસભામાં સરકારી શાળાઓમાં સુવિધા મુદ્દે પણ સવાલો ઉઠ્યા હતા. રાજ્ય સરકારના જવાબમાં મોટી ચૂક હોવાનું સામે આવ્યું હતુ. 17 શાળાઓમાં વીજળી ન હોવાનું સામે આવ્યું છે જેમાં મોરબીમાં 5, દ્વારકામાં 1 સ્કૂલ, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરની 2 શાળામાં વીજળી નથી.
રાજ્યની 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી
ગુજરાતમાં 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ જ નતી જ્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાની ઘટ છે જેમાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 1,555 ઓરડાની ઘટ છે. દાહોદમાં 1,477, પંચમહાલમાં 1,194 ઓરડાની ઘટ પડી છે.
પાલનપુરમાં લાયકાત વગર 131 શિક્ષકો હતા ફરજ પર
પાલનપુરમાં લાયકાત વગર 131 શિક્ષકો હતા ફરજ પર હતા. 102 ખાનગી શાળામાં 131 શિક્ષકો લાયકાત વિના શિક્ષણ આપતા હતા. 131માંથી 48 શિક્ષકોને દૂર કરવામાં આવ્યા છે. 20 શિક્ષકોએ સમયાંતરે લાયકાત મેળવી લીધી છે. 63 શિક્ષકો સામે કોવિડની સ્થિતિને લઈને કાર્યવાહી નથી થઈ છે. પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલના પ્રશ્ન પર સરકારનો જવાબ