બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સિદ્ધિ તેને જઇ વરે.... કલર કામ કરતા પિતાનો પુત્ર 99.99 ટકા PR સાથે બોર્ડમાં પ્રથમ
Last Updated: 11:57 AM, 8 May 2025
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું જેમાં રાજકોટના એક વિદ્યાર્થીએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે.. રાજકોટમાં ફર્નિચરનું કલરકામ કરતા પિતાના પુત્રએ મેદાન માર્યુ છે.. સમીર ગોહેલ નામના આ વિદ્યાર્થીએ 99.99 પર્સન્ટેઝ મેળવ્યા છે. ધોળકીયા સ્કૂલના આ વિદ્યાર્થીએ 600માંથી 593 ગુણ મેળવ્યા છે. તેણે સંસ્કૃતમાં , અંગ્રેજીમાં, સાયન્સમાં અને સોશિયલ સ્ટડીમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે.
ADVERTISEMENT
રાજકોટમાં કલર કામ કરતા પિતાના પુત્રને ધોરણ 10મા 99.99 PR આવ્યા pic.twitter.com/KDLBzBRK4v
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 8, 2025
સમીરે તેની સફળતા માટે પોતાની મહેનતની સાથે-સાથે સ્કૂલના શિક્ષકોનો સપોર્ટ પણ કારણભૂત ગણાવ્યો.. તેણે કહ્યું કે મને જેટલો મારા પર ભરોસો નહોતો તેટલો ભરોસો મારા શિક્ષકોને હતો..
ADVERTISEMENT
તેણે આગળ અભ્યાસ માટે ધોળકીયા સ્કૂલમાં જ ભણવાનું અને સાયન્સ સાથે આગળ વધવાનું વિચાર્યુ છે તેનું સ્વપ્ન આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસ કરવાનું હોવાનું તેણે જણાવ્યું.
સમીરની માતાએ કહ્યું રીઝલ્ટને લઇને એટલી આતુરતા હતી કે અમે ગઇકાલે આખી રાત નથી સૂઇ શક્યા અને હવે તેનુ રિઝલ્ટ જાણીને ખુબજ આનંદ થયો છે.. તેમણે કહ્યું કે સમીરની પાછળ અમે વાલી તરીકે ખુબજ ધ્યાન રાખ્યું છે અને તે સંપૂર્ણ ધ્યાન તેના અભ્યાસમાં પરોવી શકે તે વાતની સતત તકેદારી રાખી હતી.
આ પણ વાંચોઃ કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતી જાહેર કરાઇ, જાણી લો કઇ છે અરજીની ડેડલાઇન ?
સમીરના પિતાએ કહ્યું કે મે જીવનભર મહેનત કરી છે.. અને મજુરી કામ કરીને જ પુત્ર સમીરની ફી ભરી છે.. અને મજુરી કામમાં ઓવરટાઇમ કરીને સમીરના અભ્યાસમાં કોઇ કચાશ ન રહી જાય તે વાતનું ધ્યાન રાખ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.