FOLLOW US
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 3 થી 12ની વોટસએપ બેઇઝ કસોટી લેવાશે આ અંગે શિક્ષણ વિભાગે વોટસએપ નંબર જાહેર કર્યો છે.
કેવી રીતે લેવાશે પરિક્ષા
પ્રથમ તબક્કાની પરીક્ષા 23 જાન્યુઆરીથી શરૂ થશે. આ પ્રથમ તબક્કામાં ધોરણ 3 થી 5ની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ દર સપ્તાહે પરીક્ષાનું આયોજન કરાશે.
કયા નંબર પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન?
8595524523 - નંબર પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રિપ્લાયમાં શાળાનો યુડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. આ પછી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. સ્કૂલની વિગતો આવે ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની વિગતો આપવાની રહેશે. 10 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.