સીબીએસઈ એ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ માટેની ડેટશીટ જાહેર કરી દીધી છે, આ સંબંધે શિક્ષા મંત્રી ડો. રમેશ પોખરિયાલે જાણકારી આપતા કહ્યું હતું કે બોર્ડની સાઈટ પર આ ડેટશીટ ઉપલબ્ધ છે. મહત્વનું છે કે 4 મે થી 10 જૂનની વચ્ચે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ થવાની છે અને એક માર્ચથી પ્રેક્ટિકલની પરીક્ષાઓ શરુ કરી દેવામાં આવશે.
ટફ વિષયની પરીક્ષાઓની તારીખોની વચ્ચે વધુ સમયનો ગેપ આપવામાં આવ્યો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલઈ ન પડે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે બધા વિદ્યાર્થીઓએ જે રીતે ગત વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું તે રીતે આ વર્ષે પણ કરશે તેવી આશા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કોરોના કાળની બધી જ સાવચેતીઓને સાથે રાખીને આપણે આગળ વધવાનું છે.
1. સીબીએસઈની વેબસાઈટ પર જાઓ
2. હોમપેજ પર નવી વેબસાઈટ અનુભાગ પર જાએં ઔર નવીનતમ અપડેટ વિભાગ હેઠળ ડેટશીટ લિંક પર ક્લિક કરો
3.એક નવા પેજ પર લઇ જશે
4.પોતાના ધોરણને સિલેક્ટ કરી ડાઉનલોડ બટન પર ક્લિક કરો
5. સીબીએસઈ 2021 બોર્ડ પરીક્ષાની પીડીએફ ફાઈલ ડાઉનલોડ થશે
6. ડેટશીટ વાંચો અને પરીક્ષાની તારીખને ધ્યાનથી જુઓ