બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Education minister bhupendra sinh chudasama coron positive
Gayatri
Last Updated: 12:13 PM, 8 April 2021
ADVERTISEMENT
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT