બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષણ વિભાગની લાલઆંખ: શારદા કોલેજને ફટકારી ક્લોઝર નોટિસ, કેસમાં કડક આદેશ
Last Updated: 11:34 PM, 7 September 2024
રાજ્યમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે શિક્ષણ વિભાગે લાલઆંખ કરી છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત ચાલતી શારદા B.Ed કોલેજમાં ફરિયાદોના આધારે તપાસ હાથ ધરાઈ હતી. શિક્ષણમંત્રીના માર્ગદર્શન હેઠળ બનેલી ટીમે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
કોલેજને ફટકારી ક્લોઝર નોટિસ
ADVERTISEMENT
તપાસ કમિટીના રિપોર્ટના આધારે કડીના રાજપુરમાં ચાલતી શારદા કોલેજને ક્લોઝર નોટિસ ફટકારી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કાર્યવાહીને લઈ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું કે, ફરિયાદના આધારે ટીમે તપાસ કરી અને કોલેજને ક્લોઝર નોટિસ અપાઈ છે
આ પણ વાંચો: અમદાવાદના રસ્તા પર સ્પાઇડર મેન અને હલ્ક પોસ્ટર લઈને નીકળ્યા, ગણેશ ચતુર્થી પર AMCનો અનોખો સંદેશ
પ્રફૂલ પાનસેરિયાએ શું કહ્યું ?
મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યું કે, અમને ફરિયાદો મળી હતી, જેને લઈ અમે એક ટીમ બનાવીને શારદા B.Ed કોલેજ ખાતે મોકલી હતી. ત્યારે તે ટીમની તપાસમાં સંપૂર્ણ ગેરરીતિઓ જણાઈ હતી તેમજ ત્યાં કોઈ જ રજીસ્ટર ન હતું તેમજ વિદ્યાર્થીઓ પણ ન હતાં. જે મમાલે અમારી સમક્ષ રિપોર્ટ આવતા અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વાઈસ ચાન્સર કિશોર પોરિયાને જણાવેલું જેથી તેમણે કાર્યવાહી કરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.