edible oil price may fall by rs 12 more may benefit from fall in global prices
GOOD NEWS /
તહેવારો પર રાહત: ખાદ્ય તેલના ભાવમાં આવી શકે છે 10થી 12 રૂપિયાનો ઘટાડો, વૈશ્વિક કિમતોની થશે અસર
Team VTV03:01 PM, 05 Aug 22
| Updated: 03:02 PM, 05 Aug 22
સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળી શકે છે. આવનારા દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
મોંઘવારીમાંથી મળી શકે છે રાહત
ખાદ્ય તેલના ભાવમાં થઈ શકે છે ઘટાડો
વૈશ્વિક કિંમતોમાં ઘટાડા બાદ ઘરેલૂ માર્કેટમાં જોવા મળશે અસર
સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળી શકે છે. આવનારા દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ખાદ્ય તેલ પ્રોસેસર અને નિર્માતા વૈશ્વિક કિંમતોમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે રાજી થઈ ગયા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કંપનીઓ ખાદ્ય તેલની કિંમતોમાં 10-12 રૂપિયાનો ઘટાડો કરવા માટે રાજી થઈ ગયા છે.
આ રિપોર્ટ પર એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, વૈશ્વિક કિંમતોમાં ઢીલ મળતા કુકીંગ ઓયલ નિર્માતાઓ ખાદ્ય તેલની કિમતોમાં 10-12 રૂપિયાનો કાપ કરવા પર સહમતી જતાવી છે. અમે તેમની સાથે ડેટા વિસ્તારથી પ્રેજેંટેશની સાથે એક બેઠક કરી હતી.
ભારત ખાદ્ય તેલનો મોટો આયાતકાર દેશ
ભારત ખાદ્ય તેલનો એક મુખ્ય આયાતકાર છે, કારણ કે, દેશ પોતાની જરૂરિયાતનું લગભગ 2/3 આયાત કરે છે. હાલના મહિનામાં રશિયા-યુક્રેન અને ઈંડોનેશિયા દ્વારા અન્ય દેશોને પામ ઓયલની નિકાસ પર પ્રતિબંધના કારણે કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો હતો.
ગ્લોબલ માર્કેટમાં કિંમતોમાં ઘટાડો
અમુક દિવસ પહેલા ઈંડોનેશિયાએ પામ તેલની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેના ડેવલપમેન્ટ બાદ સરકારનું માનવુ છે કે, ખાદ્ય તેલની કિંમતોમાં હજુ પણ ઘટાડો આવી શકે છે.
ગ્રાહકોને તાત્કાલિક લાભ પહોંચાડો
કેન્દ્રએ પણ એવી સલાહ આપી છે કે, કિંમતમાં ઘટાડો કરવાની જરૂર છે. જેથી તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ. જ્યારે પણ નિર્માતાઓ રિફાઈનરો દ્વારા વિતરકોની કિંમતોમાં ઘટાડો જોવે છે, તો તેનો લાભ તુરંત ગ્રાહકોને આપવો જોઈએ. સાથે જ આ સંબંધમાં વિભાગને નિયમિત આધાર પર સૂચિત કરવું જોઈએ કે અમુક કંપનીઓ જેમણે પોતાની કિંમતોમાં ઘટાડી નથી અને તેમની એમઆરપી અન્ય બ્રાન્ડની સરખામણીમાં વધારે છે. તેમને પણ તેની કિંમતો ઘટાડવા માટે સલાહ આપવામાં આવી છે.