Team VTV07:08 PM, 19 Aug 19
| Updated: 07:58 PM, 19 Aug 19
UPA શાસન દરમિયાન એર ઈન્ડિયા માટે કરવામાં આવેલ 111 વિમાનના સોદાના સંદર્ભમાં તપાસ એજન્સીએ કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને શુક્રવારે હાજર રહેવા સમન્સ મોકલ્યું છે.
2018માં નોંધાઇ છે ફરિયાદ
આપને જણાવી દઈએ કે, એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના વિવાદાસ્પદ વિલય સહિત UPA સરકાર દરમિયાન 4 સોદાઓમાં અનિયમિતતા અને મની લોન્ડ્રીંગના આરોપની તપાસ માટે કેટલાક મામલાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલો ઓક્ટોબર 2018માં નોંધાઇ હતી.
વિદેશી કંપનીઓને કરાવાયો ફાયદો
વિદેશી વિમાન ઉત્પાદક કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે સરકારી કંપનીઓ માટે રૂ. 70,000 કરોડના 111 વિમાન ખરીદવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. તપાસ એજન્સીએ આક્ષેપ કર્યો હતો કે, "આવી ખરીદી પહેલા સરકારી એરલાઇન્સને પહેલેથી જ સંકટની સ્થિતિમાં કથિત આર્થિક નુકસાન થયું છે."
CAG દ્વારા સરકારને કરાયો હતો સવાલ
નોંધનીય છે કે, 2011 માં, CAG દ્વારા 2011માં સરકારના 2006માં આશરે 70,000 કરોડ રૂપિયામાં એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ માટે એરબસ અને બોઇંગથી 111 વિમાન ખરીદવાનો નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે