બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ed sends notice to flipkart fine of rupees 10000 crore

બિઝનેસ / Flipkartને EDએ ફટકારી નોટિસ, આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ લાગી શકે છે 10 હજાર કરોડનો દંડ

Arohi

Last Updated: 11:30 AM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ED ઈ-કોમર્સની મોટી કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન.ડોટ ઈંક પર ઘણા વર્ષોથી વિદેશી રોકાણ કાયદાના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે.

  • ફ્લિપકાર્ટના ફાઉન્ડર્સ પર લાગી શકે છે દંડ 
  • વિદેશી રોકાણ કાયદાના ઉલ્લંઘનનો છે આરોપ 
  • નોટિસનો જવાબ આપવા માટે લગભગ 90 દિવસનો સમય

EDએ દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના ફાઉન્ડર્સ સચિન બંસલ અને બિન્ની બંસલ પર 10,000 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની ચેતાવણી આપી છે. તેના પર વિદેશી રોકાણ કાયદા  (Foreign Investment Laws)ના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ અનુસાર EDએ ફિલ્પકાર્ટ અને તેના ફાઉન્ડર્સને કારણ આપવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. ફિલ્પકાર્ટ અને અન્યની પાસે નોટિસનો જવાબ આપવા માટે લગભગ 90 દિવસનો સમય છે. 

વિદેશી રોકાણ કાયદાના ઉલ્લંઘનની તપાસ
જણાવી દઈએ કે ED ઈ-કોમર્સની મોટી કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન.ડોટ ઈંક પર ઘણા વર્ષોથી વિદેશી રોકાણ કાયદાના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે. જે મલ્ટી બ્રાન્ડ રિટેલને કડક રીતે રેગ્યુલેટ કરે છે અને આવી કંપનીઓને સેલર્સ માટે માર્કેટપ્લેસ સંચાલન માટે પ્રતિબંધિત કરે છે. 

ઈડીના અધિકારે જણાવ્યા અનુસાર આ મામલો આરોપીની તપાસ સંબંધિત છે કે ફ્લિપકાર્ટે વિદેશી રોકાણને આકર્ષિત કર્યું અને એક સંબંધિત પાર્ટી, ડબ્લ્યુએસ રિટેલ, પછી ઉપભોક્તાઓને પોતાની શોપિંગ વેબસાઈટ પર સામાન વેચવા દિધા જે કાયદાકીય રીતે ખોટું છે. 

જાહેર કરવામાં આવી નોટિસ 
એક કારણ જણાવવા માટેની નોટિસ જુલાઈની શરૂઆતમાં ચેન્નાઈમાં એજન્સીના કાર્યાલય દ્વારા ફ્લિપકાર્ટ, તેના ફાઉન્ડર્સ સચિન બંસલ અને બિન્ની બંસલની સાથે સાથે વર્તમાન રોકાણ ટાઈગર ગ્લોબલને એવું જણાવવા માટે જાહેર કરવામાં આવ્યું હતું કે તેમના પર 10,000 કરોડ રૂપિયાનો દંડ કેમ ન ફટકારવામાં આવે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ED Flipkart Foreign Investment Laws નોટિસ ફ્લિપકાર્ટ Flipkart
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ