ED secured 9 convictions in last 8 months, a big jump from just 3 between 2002 and 2018
કાર્યવાહી /
EDનો સપાટો: છેલ્લાં એક વર્ષમાં નેતા અને ઉદ્યોગપતિઓના 9 કેસમાં ચુકાદો
Team VTV07:57 PM, 20 Nov 19
| Updated: 09:40 PM, 20 Nov 19
દેશભરમાં નાણાંકીય ગોલમાલ અને કૌભાંડ અંગે તપાસ કરતી સંસ્થા એટલે પ્રવર્તન નિર્દેશાલય (ED). છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતી આ સંસ્થા હાલમાં પાછલા ઘણા વર્ષોની તુલનામાં ખુબ વધારે સક્રિય છે.આપને જણાવી દઈએ કે 2002માં જ્યારે EDએ કામ કરવાની શરૂઆત કરી ત્યારથી 2017 સુધી માત્ર ત્રણ કેસમાં ચુકાદો આપ્યો છે જ્યારે અત્યારે આઠ મહિનામાં 11 કેસમાં ચુકાદા આપી દીધા છે. ED રેવન્યુ મંત્રાલય હેઠળ કામ કરે છે. વર્ષ 2002માં PMLA આવ્યા બાદ EDએ નાણાંકીય છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસ લેવાના શરુ કરી દીધા. ED દ્વારા મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓના હાઈ પ્રોફાઈલ કેસો લીધા તેમાં ખુલીને તપાસ પણ કરી છે. આ સિવાય ઘણા કેસોમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી. અલગ અલગ 58000 કરોડના કેસોમાં સંપત્તિ ટાંચમાં લીધી છે.
ED પર લાગ્યા રાજનીતિક દ્વેષ હેઠળ કામ કરવાના આરોપ
અત્યાર સુધી 2500થી કેસ ED હેઠળ જેમાં એક હજાર કેસમાં તપાસ બાકી
દેશના હાઈપ્રોફાઈલ કેસ ED પાસે, દેશભરમાં હજારો કરોડનાં નાણાંકીય ગોલમાલનાં કેસમાં કરી રહી છે તપાસ
નીરવ મોદી, સુનીલ વર્મા અને રતુલ પુરી વિરુદ્ધ કાર્યવાહી
મધ્યપ્રદેશ મુખ્યમંત્રી કમલનાથના સગાં રતુલ પૂરીને 3600 કરોડના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં પૂછપરછ માટે પકડવામાં આવ્યા જે બાદ રતુલ પુરીએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ આ અરજી પર કંઈ સુનાવણી હાથ ધરે તે પહેલાં જ EDએ અન્ય એક કેસ દાખલ કરી બેન્ક ફ્રોડના નામે ધરપકડ કરી લીધી. EDએ દેશના ભાગેડુઓ પર કેસ દાખલકરવાની પ્રક્રિયા પણ શરુ કરી છે. PNB બેન્કમાં હજારો કરોડનો ઘોટાળો કરનાર નીરવ મોદી મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ગીતાંજલિ જેમ્સના બિઝનેસ હેડ સુનિલ વર્માની લોકેશન યુએસમાં છે તે પણ આ જ એજન્સી દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. તેમને પ્રત્યર્પણની પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.
હાલની NDA સરકાર હોય કે પહેલાની કોઈ સરકાર, ED દ્વારા વિપક્ષી પાર્ટીઓ પર રાજનીતિક દ્વેષની ભાવનાના કારણે તપાસ કરવાના આરોપ લગાવવામાં આવે છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ચાલતી એનડીએ સરકાર પર પણ આ જ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. છેલ્લા અમુક મહિનાઓમા કોંગ્રેસના નેતા પી.ચિદંબરમ અને ડીકે શિવકુમાર, એનસીપી પાર્ટીના શરદ પવાર અને પ્રફુલ પટેલ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સમય -સમય પર EDની તપાસનો સામનો કર્યો છે. 26 ઓગસ્ટના રોજ EDએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિન્દર હુડ્ડા અને કોન્ફ્રેસ નેતા મોતીલાલ વોરા વિરુદ્ધ પંચકૂલામાં AJL કંપનીને પદનો દુરુરપયોગ કરીને જમીન ફાળવવાના આરોપ લગાવવામાં આવ્યા, EDના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે મોતીલાલ વોરા અને ભુપિન્દર હુડ્ડા જમીન ફાળવણી પ્રક્રિયામાં સીધા સામેલ હતા.
EDએ ચિદંબરમની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસે મંજૂરી માંગી
ED દ્વારા ત્રીજી સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરવામાં આવી. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદંબરમને મંત્રીપદ પર રહીને ફોરેન એક્સેન્જ ક્લિયરન્સમાં વિદેશી કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યા અને તેમની ધરપકડ પણ કરવામાં આવી જે બાદ હવે EDએ પણ ચિદંબરમની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસે મંજૂરી માંગી છે.
બહુચર્ચિત રોબર્ટ વાડ્રા કેસમાં EDની પૂછપરછ
અન્ય એક કેસ છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાનો છે. વાડ્રા પર આર્મ્સ ડીલર સંજય ભંડારી પાસેથી ખરીદવામાં આવેલ મિલકતો પર તપાસ કરવામાં આવી રહી છે. EDએ ડિસેમ્બર 2018માં સ્કાયલાઈટ હોસ્પિટલિટીની ઓફિસ પર રેડ પાડવામાં આવી.આ સિવાય ED જ પ્રથમ એવી સંસ્થા છે જેણે આ કેસમાં રોબર્ટ વાડ્રાથી પૂછપરછ કરી છે અત્યારે કોર્ટને વાડ્રાની આગોતરા જામીન રદ્દ કરવા માટે અરજી કરવામાં આવી છે. સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને જમાઈ ઇરફાન સિદ્દીકીથી પૂછપરછ કરવામાં આવી છે.
રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી
માયાવતી સીએમ હતા તે સમયનાં કેસમાં તપાસ, અખિલેશ યાદવ પર કેસ દાખલ
BCCI દ્વારા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનને ફાળવવામાં આવેલ ફંડમાં ગેરરીતિ મામલે ફારૂક અબ્દુલ્લાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.આ વર્ષે જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશમાં દલિત મેમોરિયલના 1400 કરોડના કેસમાં ઘણી જગ્યાએ રેડ પાડવામાં આવી, જ્યારે આ કૌભાંડ થયું ત્યારે બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી રાજ્યના મુખ્યમંત્રી હતા. આ જ વર્ષે EDએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં કેસ દાખલ કરવામાં આવ્યો
યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ
ભાજપમાં સામેલ થયેલાં શારદા ચીટફંડ આરોપી મુકુલ રોયની આજ સુધી પૂછપરછ નથી થઇ
ED પર ભાજપ નેતાઓ પર નરમ વલણ અપનાવવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. શારદા ચીટફંડ કેસમાં આરોપી મુકુલ રોય અને હિમંતા બિશ્વા શર્મા જે ભાજપમાં સામેલ થયાં છે તેમની આજ સુધી પૂછપરછ કરવામાં આવી નથી.આવા આરોપો નવાં નથી. પૂર્વની યુપીએ સરકાર પર પણ વિપક્ષી પાર્ટીના નેતાઓને પજવવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશમાં જ્યારે જગન રેડ્ડી કોંગ્રેસને ખુબ ટક્કર આપી રહયા હતા ત્યારે કોંગ્રેસે પણ જગન મોહન રેડ્ડી પર CBIની FIRના આધારે તપાસ કરવામાં આવી હતી.
ભાજપ નેતા મુકુલ રોય સાથે કૈલાશ વિજયવર્ગીય
2019માં નવ કેસમાં ED દ્વારા દોષિતોને સજા આપવામાં આવી
વર્ષ 2017 સુધી માત્રે બે જ કેસમાં ચુકાદા આવ્યા હતા. પહેલા કેસમાં ઝારખંડના મંત્રી નારાયણ રાયને 3.7 કરોડના કેસમાં સાત વર્ષની સજા આપવામાં આવી. માત્ર બે મહિના બાદ જ બીજા એક કેસમાં ચુકાદો આવી ગયો. માર્ચ 2017માં કોલકાતાના અલાઉદ્દીનને આઠ વર્ષ જેલ અને બે લાખ દંડ ફટકારવામાં આવ્યો, આ સિવાય ત્રણ લાખની સંપત્તિ જપ્ત કરવામાં આવી. વર્ષ 2018માં વધુ એક કેસમાં આરોપીને દોષિત સાબિત કરવામાં ED સફળ રહી. પટનાની એક સ્પેશ્યલ કોર્ટે મોહમ્મદ નૌશાદને ગેકાકાનુની રીતે હથિયાર વેચવા માટે પાંચ વર્ષની સજા ફટકારી।આ સિવાય 1.4 લાખની નકલી નોટો પણ જમા કરવામાં આવી. હવે 2019માં નવ કેસમાં ED દ્વારા દોષિતોને સજા આપવામાં આવી છે.EDના એક ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે કે લાંબી પ્રક્રિયાના લીધે ચુકાદા આવવામાં વાર લાગે છે.
દસ વર્ષમાં 58 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી
ED 29 કાયદા અને 160 સેક્શન હેઠળ વ્યક્તિને આરોપિત કરી શકે છે. આ કાયદા હેઠળ કોઈ કાનૂનભંગ કરવામાં આવે તો તે નાણાં ED જપ્ત કરી શકે છે, અથવા જો આ જ રૂપિયાનો ઉપયોગ કોઈ મિલકત ખરીદવામાં કરવામાં આવ્યો હોય તો એજન્સી તે મિલકત પણ જપ્ત કરી શકે છે. છેલ્લા 10 વર્ષમાં ED દ્વારા 58,333 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે જેમાં સૌથી મોટી જપ્તી સ્ટર્લિંગ બાયોટેકની જેમાં તેની 14 હજાર કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે.
સૌથી મોટી સમસ્યા છે વિદેશોમાં જમા રૂપિયાઓની માહિતીઓ મેળવવી અથવા તેમાં તપાસ કરવી
ED સામે એક સમસ્યા એ છે કે તેમની પાસે ખુબ ઓછા ઇન્વેસ્ટીગેટિંગ ઓફિસર્સ છે. EDમાં 2500થી વધારે ECIR દાખલ કરવામાં આવી જેમાં એક હજાર કેસમાં તપાસ કરવાની હજુ બાકી છે.બીજી તરફ ED પાસે માત્ર 2300 વ્યક્તિઓનો સ્ટાફ છે. સૌથી મોટી સમસ્યા છે વિદેશોમાં જમા રૂપિયાઓની માહિતીઓ મેળવવી અથવા તેમાં તપાસ કરવી, તેમાં EDએ સૌપ્રથમ જે તે દેશમાં પાત્ર લખી આરોપી વ્યક્તિઓની માહિતી મંગાવી પડે છે. જેમાં આપણા દેશની કોર્ટ અને જેતે દેશની કોર્ટ વચ્ચે પત્ર આપવા પડે છે જેમાં વિદેશ મંત્રલાય પણ પોતાનો ભાગ ભજવે છે પરંતુ મોટા ભાગે આવા પાત્રોના જવાબ જલ્દી આવતા નથી અથવા તો પૂરતા પુરાવાના અભાવે તપાસ અટકી પડે છે.
2G કેસમાં મોટા ભાગના દેશોએ EDના પત્રનો જવાબ જ ન આપ્યો
EDને મોટા ભાગે અન્ય દેશની મદદ વગર જ નાણાં કૌભાંડોના તાર જોડવા પડે છે અને પુરાવા ભેગા કરવા પડે છે. જેમાં લાંબી પ્રક્રિયાના અંતે આરોપીઓ પુરાવાના ભાવે છૂટી જાય છે. 2G કૌભાંડમાં જ્યારે EDએ દસ દેશોને પત્ર લખ્યા હતા. જેમાં રશિયા, યુએઈ, નોર્વે, સિંગાપોરે પત્રનો જવાબ જ ન આપ્યો મોટાભાગે દેશો દ્વારા જે તે ક્રાઇમના પુરાવા સહીત જેટલી કાર્યવાહી કરવામાં આવી હોય તેની માહિતી માંગવામાં આવે છે.