ed responded on jacqueline bail plea, money laundering case update
પર્દાફાશ /
દેશ છોડવાની ફિરાકમાં હતી જેક્લીન...: 200 કરોડના કેસમાં EDએ કર્યો મોટો ખુલાસો
Team VTV06:34 PM, 22 Oct 22
| Updated: 07:32 PM, 22 Oct 22
મની લૉન્ડેરિંગ કેસમાં ફરી એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેકલીનની રેગ્યુલર બેલના વિરુદ્ધ જારી કરવામાં આવેલા ઇડીનાં જવાબમાં મોટો ખુલાસો થયો છે. ઇડીએ કહ્યું કે જેકલીનએ ચેકીંગ દરમિયાન સબૂતોની સાથે છેડછાડ કરી છે.
જેકલીન મની લૉન્ડેરિંગ કેસમાં નવો ખુલાસો
જેકલીને સબૂતો સાથે કરી છે છેડછાડ: ED
જમાનત વિરુદ્ધ ઇડીએ આપ્યો જવાબ
જેક્લીનની જામીન અરજી મામલે EDએ કોર્ટમાં દાખલ કરેલ જવાબમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. EDએ કહ્યું છે કે જેકલીને પૂરાવા સાથે છેડછાડ કરી હતી અને મોબાઈલ ડેટા ડિલીટ કરવામાં આવ્યા હતા, આટલું જ નહીં તપાસ દરમિયાન જ દેશ છોડીને ભાગી જવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા, અને તપાસમાં કોઈ પ્રકારનો સહયોગ મળ્યો નહીં. આ જવાબ સાથે ED એ જેક્લીનને જામીન આપવાના કોર્ટના આદેશનો વિરોધ કર્યો હતો.
EDને જવાબ આપવા જેકલિનએ માંગ્યો સમય
કોર્ટે EDને જમાનતની યાચિકા પર જવાબ જમા કરવાં કહ્યું હતું ત્યારે ED એ આ માટે કોર્ટ પાસે થોડો સમય માંગ્યો હતો. કોર્ટે જેકલીનનાં વકીલને પૂછ્યું કે શું તમે ચાર્જશીટની કૉપી તમામ આરોપીઓને આપી દીધી છે? ત્યારે જેકલીનનાં વકીલે કહ્યું કે ED એ કહ્યું હતું કે કોર્ટમાં જ આપી દેશું પણ તેના બાદ અત્યાર સુધી કંઇ મળ્યુ નથી.
શું છે સમગ્ર મામલો?
200 કરોડ રૂપિયાના મની લૉન્ડેરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર હાલમાં જેલમાં બંધ છે. સુકેશ પર આરોપ છે કે તેણે ઘણાં લોકોને ઠગ્યાં છે. 17 ઑગસ્ટનાં ઇડીએ ચાર્જશીટ દાખલ કરી જેમાં જેકલીનને પણ 200 કરોડ રૂપિયાની વસૂલી માટે આરોપી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ઘણાં સબૂત અને ગવાહોનાં આધાર પર અદાલતે આ કેસને સમન્સમાં મોકલ્યો હતો. મની લૉન્ડેરિંગ કેસનાં મુદે આરોપી જાહેર થયાં બાદ તેના વકીલે તેની જમાનત માટેની અરજી પણ જમા કરેલ હતી.
જેકલીન સાથે થઇ પૂછપરછ
આ કેસને લઇને ઇડીએ ઘણીવાર જેકલીનથી પૂછપરછ પણ કરી છે. આ પૂછપરછમાં જેકલીનએ કહ્યું કે તે સુકેશ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. આ સિવાય દિલ્લી પોલિસની આર્થિક અપરાધી શાખાએ પણ જેકલીનથી 15 કલાક સાથે પૂછપરછ કરી છે.
જેકલીનની સ્ટાઇલિસ્ટે આ કહ્યું
જેકલીનની સ્ટાઇલિસ્ટ લિપાક્ષી એલાવાડીથી પણ દિલ્લી પોલિસની આ શાખાએ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. લિપાક્ષીએ જેકલીન અને સુકેશ ચંદ્રશેખરને લઇને ઘણાં ખુલાસાઓ કર્યાં હતાં. લિપાક્ષી અનુસાર સુકેશની ધરપકડ બાદ જેકલીને સુકેશ સાથેના સંબંધ તોડી નાખ્યાં હતાં.
3 કરોડ રૂપિયા આપ્યાં ભેટમાં
લિપાક્ષીએ ખુલાસો કર્યો કે જેકલીનની કપડાંની બ્રાંડ વિષે જાણવા સુકેશે લિપાક્ષીનો પાછલાં વર્ષે સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું જેકલીન માટે કપડાં ખરીદવા સુકેશે તેને 3 કરોડ રૂપિયા આપ્યાં હતાં જે પૂરી રકમનો ઉપયોગ લિપાક્ષીએ જેકલીન માટે ગિફ્ટ ખરીદવા ખર્ચ કર્યાં હતા.