બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / સુરત / મહારાષ્ટ્ર અને ગુજરાતના 23 જગ્યાએ EDના દરોડા, સુરત અને અમદાવાદના 15 સ્થળો પર સર્ચ ઓપરેશન, જાણો વિગત

છેતરપિંડીનો મામલો / મહારાષ્ટ્ર અને ગુજરાતના 23 જગ્યાએ EDના દરોડા, સુરત અને અમદાવાદના 15 સ્થળો પર સર્ચ ઓપરેશન, જાણો વિગત

Last Updated: 06:56 AM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EDની ટીમે ગુજરાતમાં નાસિક, સુરત, અમદાવાદ, માલેગાંવ અને મુંબઈમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ મામલો નકલી દસ્તાવેજો અને નકલી કેવાયસી દ્વારા મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટ ખોલવા સાથે સંબંધિત છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેતરપિંડીના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ તપાસ એજન્સી દ્વારા બંને રાજ્યોમાં કુલ 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલો નકલી દસ્તાવેજો અને નકલી કેવાયસી દ્વારા મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટ ખોલવા સાથે સંબંધિત છે. મળતી માહિતી અનુસાર, EDની ટીમે ગુજરાતમાં નાસિક, સુરત, અમદાવાદ, માલેગાંવ અને મુંબઈમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કેસનો આરોપી સિરાજ અહેમદની ચા અને ઠંડા પીણાની એજન્સી છે. આરોપીએ ગરીબ બેકગ્રાઉન્ડના લોકોને લલચાવી તેમના દસ્તાવેજો લઈને બેંક એકાઉન્ટ ખોલાવ્યા.

એકાઉન્ટ ખોલાવ્યા બાદ આરોપીએ એપીએમસી માર્કેટમાં નોકરી આપવાનું વચન આપ્યું. આ છેતરપિંડીમાં કુલ 14 એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જેમાં 2200 ટ્રાન્ઝેક્શન થયા હોવાની જાણકારી મળી છે. આ બેંક એકાઉન્ટ દ્વારા કુલ રૂ. 112 કરોડ જમા થયા, જ્યારે ડેબિટ બાજુએ 315 ટ્રાન્ઝેક્શન થયા હતા.

કરોડોના ટ્રાન્ઝેક્શનનો મામલો

મુંબઈ EDની ટીમે માલેગાંવ નાસિક મર્કેન્ટાઈલ બેંકમાં એકથી વધુ બેંક એકાઉન્ટ ખોલવા અને પછી બેનામી ખાતાઓમાંથી 100 કરોડ રૂપિયાથી વધુના ફંડ મેળવવાના અને પછી તેને કેટલાય બેનામી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના કેસમાં દરોડા પાડ્યા, જેણે તરત જ રકમ ઉપાડી લીધી. મની લોન્ડરિંગનો શંકાસ્પદ કેસ, કેટલાક રાજ્યોમાંથી ગેરકાયદેસર ઉપયોગ માટે ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે. આ એકાઉન્ટ સિરાજ અહેમદ નામના વ્યક્તિ દ્વારા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોલવામાં આવ્યા હતા અને હવે ED સિરાજ અહેમદ સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડી રહી છે અને આરોપીએ જ્યાં ફંડ ટ્રાન્સફર કર્યું છે તે એકાઉન્ટની તલાશી લઈ રહ્યું છે.

PROMOTIONAL 11

ભાજપના નેતાએ લગાવ્યો હતો 'જેહાદ'નો આરોપ

ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ 13 નવેમ્બરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "હું આજે બપોરે 2 વાગ્યે માલેગાંવ જઈ રહ્યો છું. જેનાથી સિરાજ અહેમદ, હારૂન મેમણના 125 કરોડ રૂપિયાના માલેગાંવ વોટ જેહાદ કૌભાંડની તપાસ કરી શકું. હું બેંક, પોલીસ સ્ટેશન જઈશ અને ફરિયાદીઓને મળીશ."

આ પણ વાંચો: ન કોઈ ફોન આવ્યો ન OTP...મધરાત્રે વેપારીના ખાતામાં ઉપડી ગયા 30 લાખ, આવા ફ્રોડથી બચજો

અન્ય એક પોસ્ટમાં, બીજેપી નેતાએ દાવો કર્યો હતો કે માલેગાંવ પોલીસે મુખ્ય સૂત્રધાર સિરાજ મોહમ્મદ અને નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંક શાખાના મેનેજર દીપક નિકમની ધરપકડ કરી લીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Fake Kyc Case Enforcement Directorate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ