બ્રેકિંગ ન્યુઝ
VTV / ED questions national conference chief farooq abdullah in JK Cricket association scam
Divyesh
Last Updated: 01:09 PM, 19 October 2020
ઉલ્લેખનીય છે જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ સંઘમાં 112 કરોડ રૂપિયાનો કૌભાંડ મામલે ઘણો જૂનો છે. જેની તપાસના આદેશ જમ્મૂ-કાશ્મીર પોલીસને આપવામાં આવ્યા હતા, પરંત ત્યારબાદ કોર્ટે તેને CBIને સોંપી દીધા. મની લોન્ડ્રિંગ સાથે જોડાતા આ અંગેની તપાસમાં હવે ED પણ સામેલ થયું છે.
ADVERTISEMENT
શું છે મામલો
BCCIએ 2002થી 2011 વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં ક્રિકેટની સુવિધાઓના વિકાસ માટે 112 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ આરોપ છે કે આ રકમમાંથી 43.69 કરોડ રૂપિયાની ઉચાપાત કરવામાં આવી છે. આ મામલાને લઇને રણજી ટ્રોફી કોચ અને સિલેકટર તેમજ કાશ્મીરના ક્રિકેટ ખેલાડી માજિદ અહેમદે 2015માં જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA) કૌભાંડને લઇને હાઇકોર્ટમાં PIL ફાઇલ કરી હતી.
Enforcement Directorate is questioning former J&K CM Farooq Abdullah in connection with the alleged misappropriation of Rs 43 crores when he was the chairman of J&K Cricket Association https://t.co/GegJI6Ef9E pic.twitter.com/vu6rBYWk8W
— ANI (@ANI) October 19, 2020
ADVERTISEMENT
ત્યારબાદ હાઇકોર્ટે CBIને આ કેસની તપાસના આદેશ આફ્યા. CBIના આદેશ કેસ દાખલ થયો. CBIએ તપાસ કરી JKCAના અધ્યક્ષ ડો. ફારુક અબ્દુલ્લા, મોહમ્મદ સલીમ ખાન (મહાસચિવ), અહેસાન અહમદ મિર્જા(ખજાનચી) અને બશીર અહમદ મિસગર (બેંકમાં એક્ઝીક્યૂટીવ) સામે ષડયંત્ર અને વિશ્વાસના અપરાધિક ઉલ્લંઘનના આરોપ લગાવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અંદાજે 8 હજાર પન્નાની ચાર્જશીટમાં ધારા 120-બી, 406 અને 409 હેઠળ આરોપ લગાવામાં આવી છે. હાલાકી અબ્દુલ્લા અને તેમના દિકરા ઓમર અબ્દુલ્લાએ આરોપોને નામંજૂર કર્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.