ED In action mode Manish Sisodia in trouble re-arrested before bail hearing
ધરપકડ /
સિસોદિયા સાથે સત્યેન્દ્ર જૈન જેવુ જ થયું: જામીન અરજીની સુનાવણી પહેલા જ EDએ કરી ધરપકડ, જાણો હવે કેવા એક્શન લેવાઈ શકે
Team VTV08:40 AM, 10 Mar 23
| Updated: 08:41 AM, 10 Mar 23
મનીષ સિસોદિયાને ગુરૂવારે EDએ અરેસ્ટ કર્યા છે. આ પહેલા તેમને CBIએ અરેસ્ટ કર્યા હતા. જ્યાર બાદ તે 20 માર્ચ સુધી કસ્ટડિમાં તિહાડ મોકલવામાં આવ્યા છે. સિસોદિયાની બે અલગ અળગ એજન્સિઓ દ્વારા ઘરપકડ દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં થઈ છે.
મનીષ સિસોદિયાની EDએ કરી ધરપકડ
20 માર્ચ સુધી રહેશે તિહાડમાં
મની લોન્ડ્રિંગ કેસમાં થઈ ધરપકડ
દિલ્હી દારૂ કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીએ સીબીઆઈએ અરેસ્ટ કર્યા હતા. જ્યાર બાદ તેમને 6 માર્ચે 14 દિવસ માટે કસ્ટડિમાં મોકલી દેવામાં આવ્યા છે.
10 માર્ચે તેમની જામીન યાચિકા પર રાઉઝ એવેન્યુ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ એક દિવસ પહેલા એટલે કે ગુરૂવારે સાંજ જ તેમણે ઈડીને અરેસ્ટ કરી લીધા. તિહાડ જેલમાં લગભગ 8 કલાકની પુછપરછ બાદ એજન્સીઓએ આ એક્શન લીધુ છે.
મનીષ સિસોદિયાને લઈને ઘણા સવાલ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડને લઈને કહ્યું કે મનીષ સિસોદિયાને કાલે જામીન મળી જાત અને તે જેલમાંથી બહાર આવી જાત માટે EDએ આજે તેમની ધરપકડ કરી લીધી. આ સંપૂર્ણ ઘટનાક્રમને લઈને ઘણા પ્રકારના સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
સિસોદિયાની ધરપકડનો શું મતલબ છે? શું મનીષ સિસોદિયાને હવે જામીન મળવા મુશ્કેલ થવાના છે? સીબીઆઈના હાથે ધરપકડ થયા બાદ મનીષ સિસોદિયા જ્યારે પહેલાથી જ જેલમાં છે તો ઈડી દ્વારા ધરપરડને કેમ મુખ્ય માનવામાં આવી રહી છે?
અત્યાર સુધી 12 લોકોની થઈ ચુકી છે ધરપકડ
દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા બે કેસોમાં તપાસ સીબીઆઈ અને ઈડી કરી રહી છે. બન્ને એન્સિઓ મનીષ સિસોદિયા સહિત 12 લોકોને અત્યાર સુધી અરેસ્ટ કરી ચુકી છે. CBIના કેસમાં વિજય નાયર અને સમીર મહેન્દ્ર સહિત પાંચ લોકોની જામીન થઈ ચુકી છે.
સિસોદિયા જ નહીં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્ગ્ર જૈન પણ છેલ્લા 9 મહિનાથી જેલમાં બંધ છે. તેમને ઈડીએ જ 30 મે 2022એ અરેસ્ટ કર્યા હતા. એવામાં હવે એ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે જૈનની જેમ સિસોદિયાને પણ જલ્દી જામીન મળવામાં સમય લાગી શકે છે.
એજન્સીનું કહેવું છે કે તેમની પાસે સિસોદિયા વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવા નથી. જો ઈડીનો દાવો યોગ્ય રહ્યો તો સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે.