બ્રેકિંગ ન્યુઝ
VTV / ed has seized vijay mallyas assets in france
Kavan
Last Updated: 08:21 PM, 4 December 2020
ADVERTISEMENT
ફ્રાન્સમાં જપ્ત કરેલી સંપત્તિની કિંમત 1.6 મિલિયન યુરો (આશરે 14 કરોડ રૂપિયા) છે. તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશમાં કિંગફિશર એરલાઇન્સ લિમિટેડના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપાડી લેવામાં આવી છે.
Enforcement Directorate seizes Vijay Mallya’s asset in France worth 1.6 Million Euros pic.twitter.com/Qe3FAZUYxz
— ANI (@ANI) December 4, 2020
ADVERTISEMENT
નવ હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી ભાગ્યો છે ઉદ્યોગપતિ માલ્યા
ઉલ્લેખનીય છે કે, માલ્યા, જે નવ હજાર કરોડ રૂપિયાથી વધુના બેંક લોન ફ્રોડ કેસમાં આરોપી છે, તે હાલમાં બ્રિટનમાં છે. ભારતે કેટલાક મહિના પહેલા યુનાઇટેડ કિંગડમ (યુકે) ની સરકારને આગ્રહ કર્યો હતો કે, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા શરણ આપવાની રિકવેક્ટ નો સ્વીકાર ન કરવામાં આવે. ભારત સરકારે કહ્યું છે કે તે વિજય માલ્યાના તાત્કાલિક પ્રત્યાર્પણ અંગે બ્રિટિશ સરકારના સંપર્કમાં છે. 64 વર્ષીય માલ્યાને ભારતમાં તેની ખામીયુક્ત કંપની કિંગફિશર એરલાઇન્સના પતન પછી છેતરપિંડીના આરોપ હેઠળ વોન્ટેડ છે. વિજય માલ્યાના વહેલા પ્રત્યાર્પણ માટે અમે બ્રિટિશ અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ.
વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એક ઓનલાઇન મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, અમે બ્રિટનને અનુરોધ કર્યો છે કે તેમની(વિજય માલ્યા) વિનંતીનો અસ્વીકાર કરવામાં આવે અને તેમને શરણ ન આપવામાં આવે. બ્રિટને કહ્યું હતું કે, વધુ એક કાયદાકીય બાબત છે ત્યારબાદ માલ્યાના પ્રત્યાર્પણની વ્યવસ્થા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.