દિલ્હી /
BIG BREAKING: EDએ મનીષ સિસોદિયાની કરી ધરપકડ, દિલ્હી દારૂ કૌભાંડને લઈ કરાઇ કાર્યવાહી
Team VTV06:59 PM, 09 Mar 23
| Updated: 07:12 PM, 09 Mar 23
CBI બાદ EDએ આજે મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. 2 દિવસ પહેલાં EDએ તિહાડ જેલમાં મનીષ સિસોદિયા સાથે પૂછપરછ કરી હતી. દારૂ કૌભાંડનાં કેસમાં EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.
CBI બાદ EDએ મનીષ સિસોદિયાની કરી ધરપકડ
થોડા દિવસ પહેલાં તિહાડમાં EDએ કરી હતી પૂછપરછ
દિલ્હી દારૂ કૌભાંડનાં કેસમાં કરી છે ધરપકડ
CBI બાદ EDએ આજે મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. 2 દિવસ પહેલાં EDએ તિહાડ જેલમાં મનીષ સિસોદિયા સાથે પૂછપરછ કરી હતી. દારૂ કૌભાંડનાં કેસમાં EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ હતો જેના બાદ EDએ તપાસ હાથ ધરી હતી અને આજે એટલે કે 9 માર્ચનાં રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.
मनीष को पहले CBI ने गिरफ़्तार किया। CBI को कोई सबूत नहीं मिला, रेड में कोई पैसा नहीं मिला। कल बेल पर सुनवाई है। कल मनीष छूट जाते। तो आज ED ने गिरफ़्तार कर लिया। इनका एक ही मक़सद है - मनीष को हर हालत में अंदर रखना। रोज़ नये फ़र्ज़ी मामले बनाकर। जनता देख रही है। जनता जवाब देगी
દિલ્હી દારૂ ઘોટાળા કેસમાં ફંસાયેલા મનીષ સિસોદિયાથી CBI બાદ હવે EDએ તિહાડ જેલમાં પૂછપરછ કરી છે. ED આજે 11.30 વાગ્યે તિહાડ જેલમાં પહોંચી હતી અને ત્યારબાદથી એજન્સી તેમની સાથે પૂછપરછ કરી રહી હતી.
100 કરોડની લાંચ લીધાનો આરોપ
2 દિવસ અગાઉ ED એ જણાવ્યું કે શરાબ નીતિ બનાવવામાં સાઉથ દિલ્હીનાં વેપારીઓથી 100 કરોડની લાંચ લીધી હતી. આ મામલામાં EDએ સોમવારે સાંજે હૈદ્રાબાદનાં બિઝનેસમેન અરૂણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી. એજન્સીનો દાવો છે કે આ મામલામાં સિસોદિયાનું નામ પણ સામે આવ્યું છે.
7 માર્ચનાં EDએ કરી હતી પૂછપરછ
7 માર્ચનાં રોજ દારૂ કૌભાંડનાં મામલામાં EDએ તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. અને આજે ગુરુવારે બીજી વખત EDએ 45 મિનીટ સુધી મનીષ સિસોદિયા સાથે પ્રશ્નોત્તરી કરી હતી જેના બાદ હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.