પાક. ચૂંટણી પંચે ઇમરાનને લિખિત રૂપથી માફી માંગવા કહ્યું: મીડિયા રિપોર્ટ્સ

By : krupamehta 01:16 PM, 10 August 2018 | Updated : 01:16 PM, 10 August 2018
ઇસ્લામાબાદ: પાકિસ્તાન ચૂંટણી પંચે ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘન કરવાના મામલે ઇમરાન ખાનને લિખિતમાં માફી માંગવા કહ્યું છે. ચૂંટણી આયોગે ઇમરાન ખાનને આદેશ આપ્યો છે કે એ શુક્રવાર સુધી મામલામાં માફીનામું દાખલ કરે. ઇણરાન ખાન પર ભડકાઉ ભાષણ આપવા અને ચૂંટણી આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવાનો આરોપ છે. 

ચૂંટણી પંચે ઇમરાન ખાનને શુક્રવાર સુધી માફી માંગવાનો આદેશ આપ્યો છે. એનો અર્થ એ થયો કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પહેલા પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના ચેરમેન ઇણરાન ખાનને લિખિતમાં માફી માંગવી પડશે. ગુરુાવરે ઇમરાન ખાનના વકીલે આ મામલે ચૂંટણી આયોગ સામે હાજર થયા. 

ઇમરાન ખાન પર એક ચૂંટણી ભાષણ દરમિયાન વિપક્ષી નેતાઓની વિરુદ્ધ અનુચિત અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા, અન્ય દળો વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા અને ચૂંટણી આચાર સંહિતાનો ઉલ્લંઘ કરવાના બે કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઇમરાન ખાને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના સમર્થકોને 'ગધા' અને 'ઉલ્લૂ' કહ્યા હતા. જો કે બાદમાં એમને વિવાદીત વાત માટે માફી માંગી લીધી હતી. Recent Story

Popular Story