Team VTV04:40 PM, 16 Nov 19
| Updated: 04:52 PM, 16 Nov 19
મંદીની એવી અસર થઇ કે બંધ થિયા ગયા દેશના 133 થર્મલ પાવર સ્ટેશન. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટી અનુસાર જે યુનિટ્સને બંધ કરવામાં આવ્યા છે તેમની કુલ ક્ષમતા 65,133 મેગાવોટથી પણ વધારે હતી. ઔદ્યોગિક રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની વધારે અસર જોવા મળી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઓછી માંગનાં કારણે ઉત્પાદનમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ઓક્ટોબર અને મધ્ય નવેમ્બર પછી ડીમાન્ડમાં તેજી આવે છે. પરંતુ આ વર્ષે ચોમસું મોડું થતાં અને શિયાળો વહેલો શરુ થવાનાં કારણે ટ્રેન્ડ પર આંશિક અસર થઈ છે.
જે યુનિટ્સને બંધ કરવામાં આવ્યા છે તેનમી કુલ ક્ષમતા 65,133 મેગાવોટથી પણ વધારે
ગુજરાતમાં 19 અને મહારાષ્ટ્રમાં 22 ટકા ઓછું ઉત્પાદન થયું
11 નવેમ્બરના રોજ કોલસાના 262, લિગ્નાઇટ એન ન્યુક્લિયર યુનિટ્સને પણ અલગ અલગ કારણોથી બંધ કરવા પડ્યા
દેશમાં મંદીની માઠી અસર
સમગ્ર દેશમાં મંદીએ તો જાણે માજા મૂકી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે દેશના લોકોની ખરીદશક્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો. બજારમાં લોકોની માંગમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. હાલાત ત્યાં સુધી ગંભીર થઈ ગયા છે કે લોકો હવે વીજળીનો ઉપયોગ કરવાનું બંધ કરી રહ્યા છે. આનો અંદાજ ત્યાંથી જ આવે છે કે ભારતમાં 133 થર્મલ પાવર સ્ટેશન બંધ કરવા પડ્યા. 11 નવેમ્બરના રોજ કોલસાના 262, લિગ્નાઇટ એન ન્યુક્લિયર યુનિટ્સને પણ અલગ અલગ કારણોથી બંધ કરવા પડ્યા છે. જેમાંથી ઓછી માંગનાં કારણે 133 યુનિટ્સને બંધ કરવામાં આવ્યા છે.
ભારતના ઉત્તર અને પશ્ચિમમાં કુલ 119 થર્મલ પાવર સ્ટેશન એવાં છે જેમને રીઝર્વ શટડાઉનનો સામનો કરવો પડ્યો
ગ્રીડ પ્રબંધકોનાં આંકડાઓના વિશ્લેષણમાં અનુસાર દેશની કુલ સ્થાપિત ઉત્પાદન ક્ષમતા એટલે કે થર્મલ પાવર પ્રોડક્શન 3,63,370ની ક્ષમતા સામે 7 નવેમ્બરનાં રોજ માંગ અડધાંથી પણ ઓછી 1,88,072 મેગાવોટ હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ઉત્તર અને પશ્ચિમમાં કુલ 119 થર્મલ પાવર સ્ટેશન એવાં છે જેમને રીઝર્વ શટડાઉનનો સામનો કરવો પડ્યો છે એટલે કે ઓછી માંગનાં કારણે આ યુનિટ્સ બંધ કરી દેવા પડ્યાં.સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટી દ્વારા 7 નવેમ્બરનાં રોજ બહાર પાડવામાં પરફોર્મન્સ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે યુનિટ્સને બંધ કરવામાં આવ્યા છે તેનમી કુલ ક્ષમતા 65,133 મેગાવોટથી પણ વધારે છે.
જોકે આ સિવાય આધિકારિક આંકડા પર ધ્યાન આપીએ તો સામન્ય રીતે વોટર વાલ ટ્યુબમાં લીકેજ જેવી ટેક્નિકમાં ખામીના કારણે જ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે. સીઈએનાં જ એક અધિકારીનાં આંકડા મુજબ આવી સમસ્યાઓને દૂર કરવા માટે માત્ર અમુક દિવસનો જ સમય લાગે છે. જોકે હકીકત એ છે કે આ પ્લાન્ટ કેટલાય દિવસ સુધી આમ જ પડ્યા રહી જાય છે જેના લીધે સામાન્ય રીતે સંદેશ જાય છે કે માંગ ઘટવાના કારણે જ આ પ્લાન્ટ બંધ થયા છે.
ગુજરાત અને મહરાષ્ટ્રમાં વીજળીની માંગમાં ખુબ જ ઘટાડો થયો
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ઓક્ટોબર અને મધ્ય નવેમ્બર પછી ડીમાન્ડમાં તેજી આવે છે. પરંતુ આ વર્ષે ચોમસું મોડું થતાં અને શિયાળો વહેલો શરુ થવાનાં કારણે ટ્રેન્ડ પર આંશિક અસર થઈ છે. આ વર્ષે ઓક્ટોબરમાં વીજળીની માંગમાં દરવર્ષ કરતાં 13 ટકાનો ઘટાડો થયો છે, જે એક દાયકામાં સૌથી વધારે છે. સીઈએના આંકડાંઓ પ્રમાણે ઔદ્યોગિક રાજ્ય ગુજરાત અને મહરાષ્ટ્રમાં વીજળીની માંગમાં ખુબ જ ઘટાડો થયો છે. ગુજરાતમાં 19 અને મહારાષ્ટ્રમાં 22 ટકા ઓછું ઉત્પાદન થયું છે.