Economic crisis : job growth rate goes down to 2.8%
અર્થતંત્ર /
મંદીના માહોલમાં પડતાં પર પાટું : રોજગાર વૃદ્ધિદર ઘટીને 2.8 ટકા પર પહોંચ્યો
Team VTV09:00 PM, 20 Nov 19
| Updated: 09:02 PM, 20 Nov 19
દેશભરમાં મંદીના માહોલ વચ્ચે કેર રેટિંગ એજન્સીનો રીપોર્ટ ચિંતામાં વધારો કરી શકે છે.છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃિદ્ધદરમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર દર 3.9ટકા હતો, જે 2018-19 માં ઘટીને 2.8 ટકા પર પહોંચી ગયો છે. 2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર 7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો છે.
2015-16માં રોજગાર દર 2.5ટકા અને 2016-17માં 4.1ટકા
2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર 7.5 ટકા હતો
કેર રેટિંગ એજન્સીના રિપોર્ટમાં રોજગાર દર 2.8 ટકા પર પહોંચી ગયો
સેમ્પલિંગમાં એસએમઇ સેક્ટરનું યોગદાન ઘણું ઓછું
છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃિદ્ધદરમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર દર 3.9ટકા હતો, જે 2018-19 માં ઘટીને 2.8 ટકા પર પહોંચી ગયો છે, એવું કેર રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે. કેર રેટિંગ અનુસાર તમામ સેક્ટરની 1938 કંપનીઓનું સેલ્સ આઉટપુટ નાણાકીય વર્ષ 2019માં રૂ.69 લાખ કરોડ રહ્યું, જોકે આ સેમ્પલિંગમાં એસએમઇ સેક્ટરનું યોગદાન ઘણું ઓછું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે 2014-15થી 2018-19 દરમિયાન દેશના જીડીપીની ૭.૫ ટકાની ગતિથી વૃદ્ધિ થઇ હતી, પરંતુ આ દરમિયાન રોજગાર દર માત્ર 3.3 ટકાની સરેરાશ ગતિથી વધ્યો છે. 2015-16માં રોજગાર દર 2.5ટકા અને 2016-17માં 4.1ટકા હતો.
જીડીપી દર 7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો
રિપોર્ટમાં જણાવાયું છે કે કોર ઇન્ડસ્ટ્રીઝના રોજગાર દરમાં નેગેટિવ ગ્રોથ આવ્યો છે. આર્થિક સુસ્તી અને એનપીએના વધતા બોજના કારણે આ ઇન્ડસ્ટ્રી પર તેની નકારાત્મક અસર પડી છે. આમ, 2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર 7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર મેન્યુફેક્ચરિંગ, હેલ્થ કેર અને ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ રોજગાર દર 4.8 ટકા જ રહ્યો છે.