પ્રેરણા / હવે ગુજરાતના કપલોમાં ઈકો ફ્રેન્ડલી લગ્નનો ક્રેઝ, જાણીને કહેશો વાહ...

eco friendly weddings are famous in Gujarat

સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર આવેલા પ્રતિબંધ અને પર્યાવરણને સાચવવાની લોકોમાં આવેલી જાગૃતિના કારણે આગામી સમયમાં યોજાનારા લગ્નો ઇકોફ્રેન્ડલી એટલે કે પ્લાસ્ટિક મુક્ત જોવા મળશે.ધનીક વર્ગના લગ્ન સમારંભ પણ તેમની પ્રતિષ્ઠા પ્રમાણે ધામધૂમથી થતા હોય છે. જ્યાં પોલીટીકલથી લઇને દરેક વર્ગના લોકો હાજરી આપે છે. આવા લગ્નમાં ધૂમ પૈસા ખર્ચી જુદી-જુદી થીમ પર દરેક વીધી કરવામાં આવે છે. જેના ડેકોરેશનથી લઇને નાનામાં નાની તમામ વસ્તુમાં પૈસા પાણીના જેમ વપરાય છે. પરંતુ આ બધામાં સૌથી વધુ જો કોઇ વસ્તુનો ઉપયોગ થતો હોય તો તે પ્લાસ્ટિક છે. પણ હવે તે નાબુદ થાય તેવી તૈયારીઓ પર્યાવરણ પ્રેમી કરી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x