બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / માર્કેટમાં ધૂમ મચાવવા આવી ગયા ઇકો ફ્રેન્ડલી ગણેશ, તેનાથી થતા ફાયદા જાણશો તો ખુશ થઇ જશો
Last Updated: 04:14 PM, 5 September 2024
આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે. જેથી ઠેર ઠેર ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવશે. જેમાં પ્લાસ્ટર ઓફ પેરિસ અને માટી એમ બંને પ્રકારની મૂર્તિઓ સ્થાપવામાં આવે છે. આ દરમિયાન ગણેશની પૂજા કરવાનો મહિમા છે. તેમની પૂજા અર્ચનાથી આપણી અનેક ઇચ્છાઓ પુરી થાય છે. પરંતુ આ દરમિયાન ઈકો ફ્રેન્ડલી મૂર્તિને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
ADVERTISEMENT
માટીથી બનેલી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણ અને હેલ્થ બનેં માટે સારો વિકલ્પ છે. માટીની મૂર્તિને જ્યારે પાણીમાં પધરામણી કરવામાં આવે તો તે પાણીને નુકશાન નથી પહોંચાડતી, તે તરત ઓગળી પણ જાય છે.
પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ કરતા ઈકો ફ્રેન્ડલી મૂર્તિને બનાવવામાં સમય વધુ લાગે છે. તેમાં મેહનત અને મજૂરી પણ વધુ લાગે છે.લેબર કોસ્ટ પણ વધી જાય છે. છતાં પર્યાવરણના જતન માટે ઈકો ફ્રેન્ડલી મૂર્તિને વસાવવી જરૂરી હોય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ઘરમાં બાપ્પાની કેટલી હાઇટવાળી મૂર્તિ લાવવી ફાયદાકારક? સ્થાપના કરતા પહેલા જાણી લેજો
માટીની આ મૂર્તિને સુંદર બનાવવા કુદરતી રંગોનો ઉપયોગ થાય છે. જેથી પાણી દૂષિત થવાનો ખતરો ઓછો રહે છે. ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે દોરી, નીરિયેલના છોતરા, નાડાછડી, જેવી વસ્તુની જરૂર પડે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિમાં હાનીકારક કલર અને કેમિકલ ઉપયોગમાં લેવાય છે જે પાણીને નુકશાન પહોંચાડે છે અને તેમાં રહેતા જીવ પણ પ્રભાવિત થાય છે. જો આ પાણી ખેતીમાં ઉપયોગમાં લેવાય તો તેનું કેમિકલ પાકમાં પણ ભળે છે.
માર્કેટમાં અત્યારે પેપર અને પૂઠાના ગણેશની ડિમાન્ડ ખૂબ વધી છે. જેમાં પેપર અને પૂઠાથી ગણેશ બનાવવામાં આવે છે. આ સિવાય તેનું વજન પણ ઓછું હોય છે. તેના ખંડિત થવાનો ભય ઓછો રહે છે. તેને જ્યારે પાણીમાં પધરાવામાં આવે ત્યારે તે તરત જ પાણીમાં ભળી જાય છે અને નુકશાન પણ નથી કરતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.