બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / eating while standing is bad habit for health

Mistake / જમતી વખતે આ ભૂલ કરો છો તો તરત જ ધ્યાન આપજો, નહીંતર ગંભીર સમસ્યાઓ શરીરમાં પ્રવેશવા લાગશે

Noor

Last Updated: 04:19 PM, 18 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બધાં અલગ અલગ રીતે જમે છે પરંતુ ઘણાં લોકો એવા હોય છે જે કેટલીક એવી ભૂલો કરે છે જેનાથી ગંભીર નુકસાન થાય છે. તો ચાલો જાણીએ આવી ભૂલો વિશે.

  • ઊભા ઊભા ખાવાથી થાય છે નુકસાન
  • જમતી વખતે ક્યારેય આવી ભૂલો કરી નહીં
  • ઉતાવળમાં ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે

ઘણાં લોકો જમીન પર બેસીને ખાય છે, કેટલાક જલ્દી જલ્દીમાં ઊભા ઊભા પણ ખાય છે. પણ ખાવાની કેટલીક રીત ખૂબ જ નુકસાન પહોંચાડે છે. જેમાં ખાસ કરીને ઊભા ઊભા જમવું અને ઉતાવળમાં ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. 

ઊભા ઊભા ખાવાથી ઘણી સમસ્યા થાય છે

સવારે સ્કૂલ-કોલેજ કે પછી ઓફિસ જવાનું મોડું ન થાય તે માટે લોકો ઉતાવળમાં બ્રેકફાસ્ટ અથવા ખાવાનું ખાઈ લેતા હોય છે. એક સંશોધન અનુસાર જો કોઈ વ્યક્તિ ઊભા રહીને જમે છે તો તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના શરીરની કેટલીક સ્વાદ ગ્રંથિઓ કામ કરવાનું  બંધ કરી દે છે. તો બીજી તરફ તે વ્યક્તિ તણાવમાં પણ રહે છે. જો આપણે ઉભા રહીને જમીએ છીએ તો જમવાનું પચવામાં સમય લાગે છે અને વધુ ખવાય જાય છે. 

ઉભા રહીને જમવાથી પોશ્ચર બગડે છે 

ઉભા રહીને જમવાથી પોશ્ચર બગડી જાય છે. આપણે જ્યારે ઉભા રહીને જમીએ છીએ ત્યારે વધારે ઝૂકવું પડે છે. સાથે જ શરીરને રિલેક્સ થવા માટે શરીર પર પ્રેશર વધે છે. આપીએ છીએ.જો રોજ ઉભા રહીને જમીએ તો કરોડરજ્જૂ પર પણ તેની અસર થાય છે.

પલાઠી મારીને જમવું

જમીન પર બેસીને જમવાથી પોશ્ચર તો સારો થાય જ છે, સાથે જ શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. ક્રોસ લેગ્સ એટલે કે પલાઠી મારીને જમવાથી સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યા દૂર થાય છે. સારાં સ્વાસ્થ્ય માટે રોજ નીચે જમીન પર બેસીને જમવું જોઈએ. નીચે બેસીને જમવાની શરીર લચીલું બને છે. પીઠની તકલીફ થતી નથી. 

પાચન વધુ ખરાબ થઈ શકે છે

ઉતાવળમાં ખોરાક ખાવાથી પાચનતંત્ર બગડે છે, જેના કારણે શરીરમાં ચરબી વધે છે અને વજન વધવા લાગે છે. જ્યારે તેનાથી વિપરિત નીચે બેસીને જમવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે. વેટ કંટ્રોલમાં રહે છે. જેથી ઉતાવળમાં ક્યારેય ખાવું નહીં. 

ઊભા રહીને અથવા ચાલતા-ચાલતા ન જમવું જોઈએ

તમે ઘણાં લોકોને લગ્ન, પાર્ટી અથવા ડિનર ફંક્શનમાં ઘણીવાર જોયું હશે કે લોકો ઉભા રહીને જમે છે અથવા ચાલતા- ફરતા જમતા હોય છે. જો તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજો. આવું કરવાથી પેટ, પાચનને નુકસાન થાય છે. 

પેટમાં ગેસ બને છે

પેટમાં ઘણાં કારણોથી ગેસ બને છે. તેમાંથી એક કારણ છે ઉતાવણમાં જવું. આવું કરવાથી ખોરાક જલ્દી પચતો નથી અને પેટમાં ભારેપણું, અપચો જેવી સમસ્યાઓ થવા લાગે છે. જેથી હમેશાં શાંતિથી ચાવીને ખાવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Health bad habit eating mistake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ