બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે સલાડ ખાતા હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ ન નાખતા, આરોગ્ય માટે હાનિકારક

હેલ્થ ટિપ્સ / રાત્રે સલાડ ખાતા હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ ન નાખતા, આરોગ્ય માટે હાનિકારક

Last Updated: 09:52 PM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે સલાડમાં શું ન ખાવું જોઈએ. તો ચાલો આજે જાણીએ કે સલાડ ખાતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે અમુક ચીજો સલાડમાં ખાવાથી શરીર પર અવળી અસર પણ પડી શેક છે

સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હેલ્થ એક્સપર્ટ ખાસ કરીને ઉનાળામાં વધુમાં વધુ સલાડ ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમને ખબર છે કે સલાડમાં શું ન ખાવું જોઈએ. તો ચાલો આજે જાણીએ કે સલાડ ખાતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે અમુક ચીજો સલાડમાં ખાવાથી શરીર પર અવળી અસર પણ પડી શેક છે.

Salad.original

સલાડનું સેવન ફાયદાકારક

રાત્રે જમ્યા પહેલા  સલાડ ખાવું ફાયદાકારક હોય છે. હેલ્થ એક્સપર્ટસ પણ સલાડ ખાવાનું ફાયદાકારક જણાવે છે. શિયાળામાં બીટ, ગાજર અને અન્ય મોસમી શાકભાજી સલાડમાં સામેલ કરવા જોઈએ, જ્યારે ઉનાળામાં, કાકડી, ટામેટા જેવા અન્ય શાકભાજી સલાડમાં શામેલ કરવા જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે સલાડમાં કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ? કારણ કે સલાડમાં તમામ પ્રકારના શાકભાજીનો સમાવેશ કરવો પણ નુકસાનકારક હોઈ શકે છે.

સલાડમાં ન હોવું જોઈએ લીંબુ?

સલાડ ખાતા સમયે તમે જોયું હશે કે ઘણા લોકો લીંબુનો ઉપયોગ પણ કરે છે. પરંતુ સવાલ એ છે કે સલાડમાં લીંબુ ન નાખવું જોઈએ. જણાવી દઈએ કે સલાડને સ્વાદિષ્ટ બનવવા માટે એવી ચીજોનો ઉપયોગ થયા છે કે જે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

PROMOTIONAL 12

સલાડમાં આ ચીજોને ન કરવી જોઈએ મિક્સ

જણાવી દઈએ કે આયુર્વેદમાં પણ સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ ન કરવાનું કહેવામાં આવ્યું છે. આનાથી સ્વાસ્થ્યને કોઈ ફાયદો થતો નથી. જોકે, એ વાત સાચી છે કે લીંબુમાં વિટામિન C સારી માત્રામાં જોવા મળે છે. એટલા માટે તેને એન્ટીઑકિસડન્ટ પણ માનવામાં આવે છે. પરંતુ કાકડી અને ટામેટા ક્યારેય લીંબુ ભેળવીને ન ખાવા જોઈએ, તે નુકસાનકારક હોઈ શકે છે. તેથી, જો તમે સલાડમાં લીંબુ અને મીઠું ઉમેરીને સ્વાદ વધારી રહ્યા છો, તો તમારે તેનાથી બચવું જોઈએ.

આ પણ વાંચો : ઓફિસના ધક્કા નહીં ખાવા પડે! આધાર કાર્ડને ઘરે બેઠા જ આ રીતે રેશન કાર્ડ સાથે કરો લિંક

મીઠું પણ નુકસાન કરે છે

આ સિવાય, સલાડમાં મીઠું પણ ન નાખવું જોઈએ. હકીકતમાં મીઠામાં સોડિયમ હોય છે. જે શરીર માટે બિલકુલ સારું નથી. કારણ કે જો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તો બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે. આ સિવાય, ડોકટરો પણ ખોરાકમાં મીઠું ઉમેરવાની મનાઈ કરે છે. નિષ્ણાતો અનુસાર, આનાથી હાડકાં પણ નબળા પડી શકે છે. હા, શરીરમાં જેટલું વધુ સોડિયમ હશે, હ્રદય રોગનું જોખમ એટલું જ વધારે હશે. તેથી, સલાડમાં ક્યારેય મીઠું અને લીંબુ ન ઉમેરવું જોઈએ. ચાલો તમને જણાવી દઈએ કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

benefits of salad Health tips Salad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ