ગરમીમાં કાચી ડુંગળી ખાવાના આ ફાયદા ચોંકાવી દેશે

By : krupamehta 11:45 AM, 15 May 2018 | Updated : 11:45 AM, 15 May 2018
ખાવામાં ડુંગળીનો ઉપયોગ તો ઘર હોય કે રેસ્ટોરાંમાં કરવામાં આવે છે. પરંતુ એના ફાયદા જાણીને તમે પણ રોજ ખાધા વગર રહી શકશો નહીં. 

ગરમીમાં લૂ લાગે છે. એવામાં એનાથી બચવા માટે તમારે ડુંગળીનો પ્રયોગ કરવો જરૂરી છે. વધારે ગરમીમાં ડુંગળી લૂ લાગતી બચાવી શકે છે. એનો રસ પીવાથી અને તળિયા પર માલિશ કરવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. કાચી ડુંગળીનો ઉપયોગથી વાળ લાંબા થાય છે. તમે ડુંગળીના રસને સ્કાલ્પમાં લગાવો અને એક કલાક બાદ નવશેકા પાણીથી ધોઇ નાંખો. ડુંગળીમાં ઘણા એવા તત્વ હોય છે જે આપણને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. બ્લડ પ્રેશરની દર્દીઓ માટે ડુંગળી વરદાન રૂપ છે. એનાથી બીપી નિયંત્રણમાં રહે છે. એટલા માટે ખાવાની સાથે કાચી ડુંગળી જરૂરથી ખાવ, કાચી ડુંગળી ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. ડુંગળીનો ઉપયોગ પુરુષોમાં યૌન ક્ષમતાને પણ વધારે છે.

સાંધાના દુખાવાથી પરેશાન લોકોને પણ ડુંગળી ખૂબ જ ફાયદો આપે છે. સરસવના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને દુખાવા વાળી જગ્યાએ માલિશ કરો. ધ્યાનમાં રાખો કે એક દિવસનો આ ઉપચાર ફાયદો આપતો નથી. એનો પ્રયોગ તમારે એક મહિના સુધી સતત માલિશ કરીને કરવો પડશે. જે લોકો પથરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એમને ડુંગળીનો ઉપયોગ કરવો જોઇએ, ખરાબ ખાણીપીણીના કારણે પથરીની સમસ્યા થઇ જાય છે. ડુંગળીના રસમાં પથરીના દુખાવા સામે લડવાની ક્ષમતા હોય છે. 

વાળ ખરવાની સમસ્યા પણ સામાન્ય છે. પરંતુ એની સારવાર  તમારા ઘરમાં જ રહેલી છે. વાળને ખરતા રોકવા માટે ડુંગળી ખૂબ જ લાભકારી છે. તમને જણાવી દઇએ કે ડુંગળીમાં ફોસ્ફોરિક એસિડ હોય છે. આ આપણા લોહી માટે બ્લડ શુદ્ધ કરવાનું કામ કરે છે  Recent Story

Popular Story