બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઠંડીની સિઝનમાં ખાલી પેટ લસણ ખાવું એક વરદાન સમાન, પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો

હેલ્થ / ઠંડીની સિઝનમાં ખાલી પેટ લસણ ખાવું એક વરદાન સમાન, પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો

Last Updated: 12:57 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લસણમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને સેલેનિયમ તેમજ વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. જેથી સવારે તેનું સેવન કરવાથી યુરિક એસિડ અથવા કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યામાં રાહત મળે છે.

આયુર્વેદમાં લસણને મહાઔષધિ અને મહારાસોન કહેવાય છે. આ એક એવી ઔષધી છે જે અમૃત સમાન છે. લસણની કળીઓમાં અદ્ભુત ગુણ હોય છે, જેથી તેને શિયાળાની ઋતુમાં દરેક લોકોને ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ.

રાંધેલું લસણ પૌષ્ટિક, સ્નિગ્ધ, ગરમ, પચવામાં સરળ અને રસ તીખો અને મધુર હોય છે. તે તૂટેલા હાડકાંને જોડવામાં અસરકારક સાબિત થાય છે. આયુર્વેદ મુજબ તેનામાં કંઠને સુધારવાના ગુણ હોય છે. યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં લસણના ગુણો પણ જણાવાયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કાચા લસણનું સેવન કરે છે તેમને શરદી કે ફ્લૂ થવાની શક્યતા 63 ટકા ઓછી હોય છે.

PROMOTIONAL 9

લસણમાં આટલા બધા ગુણો છે પરંતુ તેના સેવનમાં સાવધાની રાખવી જરૂરી છે. આજકાલ લગભગ દરેક ત્રીજી વ્યક્તિ યુરિક એસિડ અને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાથી પીડાય છે. જેથી તેમને અનેક પ્રકારના રોગોનો ભોગ બનવું પડે છે. તેને કંટ્રોલ કરવામાં લસણ કારગર નિવડે છે.

કાચું લસણ આ બધાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ જેવા ગુણધર્મો સાથે લસણમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને સેલેનિયમ તેમજ વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી હોય છે. લસણ બ્લડ ફ્લોને વધારવાનુ કામ પણ કરે છે.

વધુ વાંચો : બસ એક ચમચી મધમાં મિક્સ કરી લો રસોડામાં મૂકેલો આ મસાલો, મળશે અનેક સમસ્યાઓથી છૂટકારો

જે લોકોને યુરિક એસિડ અથવા કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યા હોય તેમને સવારે ખાલી પેટે કાચું લસણ ખાવુ જોઈએ. માત્ર બે કળીઓ સવારે ખાવાથી આ સમસ્યામાં આરામ મળે છે. આયુર્વેદના નિષ્ણાંતો અનુસાર રાત્રે સૂતા પહેલા લસણની 2 કળી પાણીમાં પલાળી રાખવી. પછી તેને સવારે ખાવી. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે, જો તમને કોઈ એલર્જી છે અથવા કોઈ દવા લઈ રહ્યા છો તો ડૉક્ટર સાથે ચર્ચા કરીને જ તેનું સેવન કરવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uric Acid Ayurveda Garlic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ