બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / વધારે માત્રામાં મીઠું ખાનારા ચેતી જજો, નહીંતર સીધી કિડની પર થશે આડઅસર, જાણો લક્ષણો
Last Updated: 09:06 AM, 18 September 2024
ભલે તમે સ્વાદ અનુસાર મીઠુ ખાતા હોવ પરંતુ જાણે અજાણ્યે મીઠાનું વધારે સેવન તમને ઘણી બીમારીઓથી ઘેરી શકે છે. તમને વિશ્વાસ નહીં આવે કે દર વર્ષે ભોજનમાં વધારે મીઠુ ખાવાના કારણે હજારો લોકોના સમય પહેલા મોત થઈ ગયા. વધારે મીઠુ ખાવાથી હાર્ટ ફેલિયર અને કિડની ફેલિયરનો ખતરો વધી જાય છે. ભોજનમાં વધારે મીઠાનો ઉપયોગ દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓનું કારણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
નિષ્ણાંત અનુસાર મીઠુ ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ મીઠામાં સોડિયમ અને ફ્લોરાઈડ નામના બે જરૂરી ખનીજ પણ હોય છે જે આપણા શરીર માટે જરૂરી છે. પરંતુ ભોજનમાં વધારે મીઠુ કે સોડિયમ હોવું ખતરનાક પણ હોઈ શકે છે. તેનાથી લાંબા સમયમાં કોઈ બીમારીનો ખતરો વધી જાય છે.
ADVERTISEMENT
વધારે મીઠુ ખાવાથી કઈ કઈ બીમારીઓ થાય છે?
વધારે મીઠુ ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે. આપણા શરીરમાં વધારે સોડિયમ જમા થવાની પ્રવૃત્તિ થાય છે. જેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે. આવી સ્થિતિમાં પફીનેસ અને બ્લોટિંગની સમસ્યા વધી જાય છે. જેને એડિમા કેવામાં આવે છે.
એડિમા થવા પર પગમાં સોજા આવવા લાગે છે. તેના ઉપરાંત વધારે મીઠુ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે. વધારે મીઠુ ખાવાથી શરીરમાં પાણી જમા થઈ જાય છે. જેનાથી લોહીનું પ્રમાણ વધી જાય છે.
આવી સ્થિતિ હાઈ બીપીને જન્મ આપે છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ અને કિડની પર દબાણ વધે છે. જેનાથી હાર્ટ અને કિડની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો વધે છે.
વધારે મીઠુ ખાવાથી કિડનીમાં પથ્થરીનો ખતરો
વધારે મીઠુ ખાવાથી કિડનીમાં પથ્થરીનો ખતરો વધી જાય છે. વધારે મીઠુ પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને આ યુરિક એસિડની સાથે મળીને ક્રિસ્ટલ બનાવે છે. જ્યારે આ ક્રિસ્ટલ વધવા લાગે છે તો કિડનીમાં પથરી બને છે. તેના માટે તમારે ભોજનમાં મીઠાનું પ્રમાણ મર્યાદિત કરવું જોઈએ.
વધારે મીઠુ ખાવાથી કેલ્શિયમની કમી
વધારે મીઠુ ખાવાથી બીજો પણ એક ખતરો છે અને તે છે શરીરમાં કેલ્શિયમની કમી. જ્યારે તમે વધારે મીઠુ ખાવ છો તો તમે વધારે પાણી પીવો છો. પાણી પીવાથી તમારે વારંવાર ટોયલેટ જવું પડે છે. તેનાથી જરૂરી મિનરલ પણ શરીરથી બહાર નિકળી જાય છે.
વધુ વાંચો: તમે ક્યારેય નહીં પડો બીમાર! ડાયટમાં સામેલ કરો 4 હેલ્ધી ફૂડ, બીમારીઓને કહો બાય બાય
એવામાં શરીરમાં કેલ્શિયમની કમી થઈ શકે છે. કેલ્શિયમ એક ખૂબ જ જરૂરી મિનરલ છે જે તમારા હાર્ટ રેટને નિયંત્રિત કરે છે. તેના ઉપરાંત લોહીને જાડુ બનાવે છે અને હાડકાને મજબૂત બનાવવા માટે પણ કેલ્શિયમની જરૂરીયાત હોય છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.