બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Eating Carrots on a daily basis can help you to reduce weight and control blood sugar

તમારા કામનું / આંખો અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે આ શિયાળુ શાક, અન્ય ફાયદાઓ પણ જાણીને ખુશ થઇ જશો

Vaidehi

Last Updated: 06:20 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની સીઝનમાં ગાજરનું સેવન કરવું શરીર માટે અત્યંત લાભકારી હોય છે. તે પોષક તત્વોનો ભંડાર છે જેના લીધે આંખો અને સ્કીન જ નહીં પરંતુ વજન પણ ઘટવા લાગે છે.

  • મેજિકલ ગાજર ખાવાનાં અનેક ફાયદાઓ છે
  • આંખોથી લઈને સ્કિનની રક્ષા કરે છે ગાજર
  • વજન ઘટાડવું અને બિમારી દૂર રાખવાનાં ગુણ ગાજરમાં છે

શિયાળાની ઋતુમાં ફળ-શાકભાજીનું જેટલું થાય તેટલું વધારે સેવન કરવું જોઈએ. આ સીઝનમાં એવા શાક સૌથી વધારે જમવા જોઈએ જેનાથી શરીરને ભરપૂર પોષણ મળે. પોષકતત્વોનો ભંડાર માનવામાં આવતું ગાજર શરીર માટે અત્યંત લાભદાયી છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ગાજર આંખો અને સ્કીન માટે અસરકારક માનવામાં આવે છે. જો તમે ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનો સામનો કરી રહ્યાં છો તો પણ ગાજર તમારી વજન ઊતારવામાં મદદ કરી શકે છે. ગાજર એવા શાકભાજીમાંની એક છે કે જેને કાચી અને પાકી બંને રીતે ખાઈ શકાય છે.

ગાજર ખાવાનાં ફાયદાઓ:

  • હેલ્થ એક્સપર્ટસ અનુસાર ગાજરમાં ઓછી કેલેરી હોય છે .જેમાં મિરલ્સ, ફાઈબર સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, આયરન, સોડિયમ, પોટેશિયમ, કોપર વગેરે હોય છે. વિટામિન એ અને સી પણ ગાજરમાં હોય છે જેના લીધે આંખો ડ્રાય થતી નથી.  ગાજરનાં નિયમિત સેવનથી લાંબી ઉંમર સુધી આંખો સ્વસ્થ રહે છે.
  • ગાજરમાં રહેલ તત્વો સ્કિન માટે લાભદાયી હોય છે. સ્કિનમાં રહેલા નાના-મોટાં દાગને પણ ગાજર ઠીક કરી શકે છે. ગાજરમાં રહેલ કેરોટીન ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. પરિણામે સ્કિન ગ્લો થાય છે.
  • ગાજરનું નિયમિત સેવન કરવાથી વજન પણ ઘટે છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોય છે અને ફાયબર ઘણું વધારે હોય છે. જેથી ગાજર ખાવાથી પેટ ભરેલૂં લાગે છે. 
  • એવું પણ માનવામાં આવે છે કે ગાજરનું સેવન બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જે લોકોમાં વિટામિન એની ઊણપ હોય છે ગાજર તેમનામાં આ વિટામિન સપ્લાય કરે છે. વધુ ફાયબર હોવાને લીધે ગાજર ગ્લૂકોઝને કંટ્રોલમાં રાખે છે. તેથી ડાયાબિટીક વ્યક્તિઓ માટે આ ઘણું લાભદાયી છે.
  • ગાજરનો જ્યૂસ નિયમિત પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલ ફાયબર, પોટેશિયમ, નાઈટ્રેટ અને વિટામિન સી બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

carrots benefits health tips ગાજર હેલ્થ ટિપ્સ carrot benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ