બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે ઊંઘતા પહેલા ખાઈ લો આ ભૂરી વસ્તુ, કબજિયાતનું નામ ભૂલી જશો, સવારે ઉઠતાં વેંત જ પેટ થશે સાફ
Last Updated: 10:26 PM, 11 November 2024
ગોળ શેરડીનાં રસમાંથી તૈયાર થાય છે. તેમાં ભરપૂર પોષક તત્વો હોય છે. ઘણા લોકો જમ્યા પછી ગોળ ખાવાનું પસંદ કરે છે. હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને સ્વાસ્થ્ય સારૂં રાખી શકાય છે.
ADVERTISEMENT
ઠંડીનું વાતાવરણ નજીક છે. આ ઋતુમાં કબજિયાતની સમસ્યા વધુ પરેશાન કરે છે. આવી સ્થિતિમાં અમે તમને ઠંડા વાતાવરણમાં કબજિયાતથી છુટકારો મેળવવા માટે એક ખાસ ખોરાક વિશે જણાવી રહ્યા છીએ. તમે રાત્રે સૂતા પહેલા ગોળનું સેવન કરી શકો છો, જેથી સવારે ઉઠ્યા પછી પેટ સાફ કરવામાં તમને કોઈ સમસ્યા ન થાય.
ADVERTISEMENT
ભારતમાં ગોળ દેશી મીઠાઈ તરીકે જાણીતો છે. વૃદ્ધ લોકો ગોળનું પાણી પીવું ક્યારેય નથી ભૂલતા. ગોળ શેરડીનાં રસમાંથી તૈયાર થાય છે. તેમાં ભરપૂર પોષક તત્વો હોય છે. ઘણા લોકો જમ્યા પછી ગોળ ખાવાનું પસંદ કરે છે.
ગોળમાં યોગ્ય માત્રામાં ફાઈબર હોય છે, જે મેટાબોલિઝમ સુધારે છે. સારું ચયાપચય પાચનતંત્રને સારું રાખે છે, જેના કારણે સવારે પેટ સાફ કરવામાં કોઈ સમસ્યા નથી થતી. ગોળનું સેવન કરવાથી શરીરમાં પાણીનું સ્તર જાળવવામાં મદદ મળે છે, જે મળને સખત બનતા અટકાવે છે.
વધુ વાંચો : અનેક બીમારીઓ માટે શરદીની સિઝનમાં રામબાણ ઇલાજ છે આ 5 ડ્રાયફ્રૂટ્સ, રહેશો હેલ્ધી એન્ડ ફીટ
આ ઉપરાંત તે કુદરતી રીતે શરીરને ડિટોક્સિફાય પણ કરે છે. પાચન ઉત્સેચકોને સ્વસ્થ રાખે છે. આ સિવાય ગોળનું સેવન તમારા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપવામાં પણ મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.