આજની બિઝી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીની વસ્તુઓના કારણે લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરતા હોય છે. કોલેસ્ટ્રોલ લોહીમાં રહેલો વેક્સ જેવો પદાર્થ હોય છે. ખાસ કરીને આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ મળી આવે છે. જેને ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય છે.
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા આ ફળનુ કરો સેવન
નહીં રહે હાર્ટ એટેકની સમસ્યા
તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ફળો
આ વસ્તુઓ ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે
ગુડ કોલેસ્ટ્રોલ લોહીમાં જામી જતા ફેટને ઘટાડે છે અને આપણી ધમનીઓને સાફ કરે છે. જેથી હ્રદય સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઇ શકે. બેડ કોલેસ્ટ્રોલને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેનું લેવલ વધવા પર તે ધમનીઓમાં જામવા લાગે છે અને આ કારણે હ્રદય સુધી જતો લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો રહે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે. જેમકે જંકફુડ, ફ્રાઇડ ફડ વગેરે. ડાયટમાં ફાઇબરયુક્ત ફ્રુટ્સ, શાકભાજી અને સાબુત અનાજને સામેલ કરવા જોઇએ, જે બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. કેટલાંક ફળોમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ લેવલને વધતું રોકી શકાય છે. તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ફળો.
અવોકાડો
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અવોકાડોનું સેવન જરૂર કરવું જોઇએ. અવોકાડોમાં વિટામિન કે, સી, બી૫, બી૬, ઇ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમારા હાર્ટને હેલ્ધી રાખવાની સાથે સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે. તે શરીરમાં ગુડ ફેટ અને બેડ ફેટના લેવલને મેનેજ કરે છે.
ટામેટાં
ટામેટાં અનેક પ્રકારનાં પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન એ, બી, કે અને સી મળી આવે છે. તે સ્કિન, આંખો અને દિલ માટે ફાયદાકારક છે. તેમાં પોટેશિયમની માત્રા સારી એવી હોય છે. તે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે.
સફરજન
ડોક્ટર્સ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. કેમકે તેને ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓના ખતરાને ઘટાડી શકાય છે. તે કોલેસ્ટ્રોલ લેવલને પણ કન્ટ્રોલ કરે છે. સફરજનમાં પેક્ટિન નામનુ ફાઇબર મળી આવે છે. તે બેડ કોલેસ્ટ્રોલના ખતરાને ઘટાડવામાં મદદ કરે છે.
ખાટાં ફળો
લીંબુ, સંતરા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી જેવાં ખાટાં ફળો તમારા કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ખાટા ફળોમાં હેસ્પેરિડિન હોય છે. જે હાઇ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને કોલેસ્ટ્રોલના ખતરાને ઘટાડે છે.
પપૈયું
પપૈયામાં ભરપુર માત્રામાં ફાઇબર હોય છે. તે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવાની સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. એક મોટા પપૈયામાં 13 થી 14 ગ્રામ ફાઇબર હોય છે. રોજ પપૈયું ખાવાથી પાચન ક્રિયા પણ સુધરે છે.