Eat, drink and have fun over the weekend but don't forget the exercise
હેલ્થ ટિપ્સ /
વીકેન્ડમાં ખાવ, પીઓ અને મજા કરો પણ આ વસ્તુ ન ભુલો
Team VTV11:40 PM, 08 Feb 20
| Updated: 12:16 AM, 09 Feb 20
ઠંડીની સીઝનમાં ખાવા-પીવાની મજા કંઇક ઓર હોય છે. વીકેન્ડ આવે એટલે આપણે ખાવા પીવાની નવી નવી જગ્યાઓ શોધવા લાગીએ અથવા તો ઘરમાં કંઇક ને કંઇક ચટપટુ ખાવા લાગીએ. રજાના દિવસોમાં ખાવા, પીવાની મજાની સાથે સાથે વજન પણ વ જ વધે એવું કંઇ થઇ શકે ખરું. આ માટે માત્ર ખાવા પીવા પર નિયંત્રણ જરુરી નથી, તમારે થોડો વ્યાયામ પણ કરવો પડશે. જો તમે પહેલી વાર વ્યાયામ કરી રહ્યા હો તો એક્સપર્ટની મદદથી જ કરવો કેમકે કોઇ પણ ભુલ તમને નુકશાન પહોંચાડી શકે છે.
ઠંડીની સીઝનમાં વ્યાયામ કરવાથી ઘણા ફાયદા થાય છે. તમે ઉર્જાવાન અને આરોગ્યપ્રદ રહી શકો છો. વધારાની કેલરી બર્ન થાય છે. તેનાથી વજન વધવાની શક્યતાઓ પણ ઘટે છે. નિયમિત વ્યાયામથી મેટાબોલિક રેટ પણ વધે છે. તમે જે પણ ખાવ છો તેનાથી શરીરમાં ફેટ નહીં, ઉર્જાના રુપમાં પરિવર્તિત થાય છે. જો તમે એક્સર્સાઇઝ ન કરતા હો તે સમયે પણ કેલરી બર્ન થતી હોય છે.
ઘરે જ કરો વ્યાયામ
મોટાભાગની મહિલાઓ ઘરની બહાર જઇને વ્યાયામ કરી શકતી નથી. તેમની દિનચર્યામાં એ વાત સેટ થતી નથી. તમે ઇચ્છો તો ઘરે જ વ્યાયામ કરી શકો છો. તેનાથી તમારું રુટિન પણ નહીં બગડે અને આરોગ્ય પણ યોગ્ય રહેશે. ઘરે તમે તમારી અનુકુળતાએ વ્યાયામ કરી શકો છો. પરંતુ તેની આદત પાડો. વ્યાયામને એક શિસ્તના રુપમાં લો.
ક્રંચીઝ
કંચીઝ મુખ્યત્વે પેટની એક્સર્સાઇઝ છે. જો તેનો નિયમિત રીતે અભ્યાસ કરવામાં આવે તો પેટ ક્યારેય બહાર નહીં આવે. પેટ બહુ બહાર નીકળ્યુ હોય તો પણ અંદર ચાલ્યુ જશે. આ વ્યાયામ કરવા માટે ચટાઇ પાથરીને સીધા સુઇ જાવ. હવે ઘુંટણથી પગ વાળો. હાથને ક્રોસ બનાવતા છાતી પર રાખો. શરીરના ઉપરના ભાગને ઉપર તરફ ઉઠાવવાની કોશિશ કરો. આ અવસ્થામાં એક-બે સેકન્ડ રોકાવ. પછી પાછા આવી જાવ.
સ્કવોટ્સ
આ માત્ર હાથ- પગનો નહીં આખા શરીરનો વ્યાયામ છે. તે કરવા માટે બંને હાથ સામેની તરફ ખુલ્લા રાખો. ધીમે ધીમે ઘુંટણને વાળીને એમ બેસો જેમ ખુરશી પર બેઠા હો. ત્યારબાદ જેટલું નીચે આવી શકો આવી જાવ. આ રીતે વારંવાર સ્ક્વોટ્સ કરો.
આ પણ કરો ટ્રાય
મહિલાઓ માટે લંજેસ ખુબ જ ઉપયોગી વ્યાયામ માનવામાં આવે છે. મોટાભાગે મહિલાઓને શરીરના નીચેના ભાગમાં પરેશાની થાય છે. પહેલી વાર તેને વજન લીધા વગર કરો. તમે જંપિંગ જેક અને માઉન્ટેન ક્લાઇબિંગ પણ કરી શકો છો.