બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 12:42 PM, 3 August 2022
ADVERTISEMENT
કેન્ડી ખાવા માટે તમને લાખો રૂપિયા મળે તો તમે શું કરશો?
જ્યારે બાળકો નાના હોય છે ત્યારે કેન્ડી ખાવાનો શોખ વધારે હોય છે. જો કે, મોટા થયા બાદ પણ લોકોને કેન્ડી ખાવાની આદત છૂટતી નથી. જો તમને કહેવામાં આવે કે કેેન્ડી ખાવા માટે તમને લાખો રૂપિયા મળશેે તો તમે શું કરશો. કેન્ડી લવર્સ પોતાની નોકરી છોડીને કેન્ડી ફનહાઉસ દ્વારા ઑફર કરવામાં આવેલી નોકરીની તકને હાથમાંથી ગુમાવવા નહીં દે. આ કંપની ચોકલેટ બારથી લઇને લિકોરાઈસ સુધી કન્ફેક્શનરીની એક ઑનલાઈન રિટેલર વિક્રેતા છે.
ADVERTISEMENT
ટેસ્ટ માટે દર મહિને મળશે લાખો રૂપિયા
કેનેડાની કંપની $100,000 કેનેડિયન ડૉલર (61.14 લાખ રૂપિયા) પગાર માટે એક મુખ્ય કેન્ડી અધિકારીને પસંદ કરી રહી છે. એટલું જ નહીં, આ કામ તમારે તમારા ઘર પર બેઠા-બેઠા કરવાનુ છે, એટલેકે વર્ક ફ્રોમ હોમની સુવિધા. હા, તમારે ઘરે બેઠા-બેઠા કેન્ડીનો ટેસ્ટ કરવાનો છે અને તેના બદલે તમને મળશે લાખો રૂપિયા. જુલાઈમાં લિંક્ડઇન પર પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ડ્યુટીમાં મુખ્ય કેન્ડી બોર્ડની મીટિંગ્સ, મુખ્ય સ્વાદ પરીક્ષક અને આવા રસપ્રદ કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માતા- પિતાની મંજૂરીની સાથે પાંચ વર્ષથી વધુની ઉંમરના અરજદારો માટે આ જગ્યા ઓપન છે.
Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists. Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6
— Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022
એક દિવસમાં ટેસ્ટ કરવી પડશે આટલી કેન્ડી
મુખ્ય કાર્યકારી અધિકારી જમીલ હેજાજીએ કહ્યું કે તેમને અમુક અનઅપેક્ષિત અરજીઓ મળી છે. તેમણે કહ્યું કે વેતન અને કામને શેર કરનારા ઈચ્છુક પરિવારોના વીડિયો પણ અરજીમાં મળ્યાં. જમીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સોશિયલ મીડિયાનો દાવો છે કે એક મુખ્ય કેન્ડી અધિકારીને દર મહિને કેન્ડીના 3500 ટુકડા ખાવાની જરૂર પડશે. જે ખોટુ છે. એક દિવસમાં માત્ર 117 ભાગને ટેસ્ટ કરવા પડશે. આ ખૂબ સારા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.