બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / કપડાં પર ચાના ડાઘ પડે તો શું કરવું? અજમાવી જુઓ આ દેશી નુસખા, ચકચકાટની ગેરંટી
Last Updated: 08:46 PM, 1 August 2024
હાલના સમયે કોઈ એવી વ્યક્તિ નહી હોય કે જે ચા અથવા કોફી ન પીતી હોય. ચા કે કોફી પિતા સમયે તે ઢોળાય તે સ્વાભાવિક છે, પણ તે કપડાને ફેકી દેવું તે થોડું અસ્વાભાવિક બંને.તમે જો વિચારતા હોય કે આવા જિદ્દી ડાધને કેવી રીતે સાફ કરવા, ઘણી રીતે છે જેનાથી આસાનીથી કપડા પર ડાઘ દૂર થઈ જશે. ચા પીધા પછી ડાઘ પડે અને જો ડાઘને પાણીથી ન સાફ કરીએ તો ઘાટો ડાઘ થઈ જાય છે, જેને કાઢવો મુશ્કેલ બની જાય છે. પણ તમે આ નુસખાનાં ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચા કે કોફીના ઘાટા ડાઘને કાઢવા માટે જ્યાં ડાઘ પડ્યો હોય તેટલા ભાગને ગરમ પાણીમાં નાખવો, જેથી પાણીની સાથે કપડું પણ ઉકાળવા લાગે. ઉકળ્યા બાદ અડધો કલાક સુધી સુકાવા દેવું, પછી સાબુ વડે ધોઈ નાખો. આમ કરવાથી કપડા પર લાગેલ ડાઘ દુર થશે.
કપડા પર પડેલ ચાનાં ઘાટા ડાઘ સાફ કરવા માટે પહેલા તો બટેટાને ગરમ પાણીમાં ઉકાળી લો, ત્યાર બાદ ઉકાળેલા બટેટાવાળા પાણીમાં ડાઘવાળા કપડાને અડધો કલાક સુધી ડુબાળી રાખો પછી સાબુ વડે ધોઈ લેવું. આવું કરવાથી ચાના ડાઘ છૂમંતર થઈ જશે
વધુ વાંચો: ચાઈનીઝ ખાનારા ચેતે! પાચન તંત્રની હાલત થઈ જશે ખસ્તા, સૉસ સૌથી ખતરનાક
લીંબુ
કપડામાંથી ડાઘ કાઢવા માટે આ નુસખાઓના ઉપયોગથી ડાઘ સાથે કલર પણ જતો રહેતો હોય છે. અને જો કપડા રંગીન હોય તો વધારે ચિંતા.આથી કપડાં પર સીધું સાઇટ્રિક એસીડ કે વિનેગર ન લગાવવું, તેનાં સ્થાને ડાઘ હોય તેટલી જગ્યાએ લીંબુ ઘસી દેવું. પછી કપડાને સુકવી દેવું. જેનાથી કપડા પરના ડાઘ આછા થશે પછી સાબુથી ધોઈ લેવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.