બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'કમલા હેરિસને હરાવવી...', USના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાનો બાયડને ઇનકાર કરતા ટ્રમ્પનો દાવો
Last Updated: 09:40 AM, 22 July 2024
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડને રવિવારે બે મોટા નિર્ણયો લીધા. પહેલું એ કે એમને પોતાને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર કરી દીધા અને બીજું એ કે તેમને નવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને પોતાનું સમર્થન આપ્યું છે. આ પછી, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 81 વર્ષીય જો બાયડન કરતાં કમલા હેરિસને હરાવવાનું સરળ રહેશે.
ADVERTISEMENT
ટ્રમ્પે પણ બાયડનની જાહેરાત બાદ તરત જ તેમનો પ્રતિભાવ જારી કર્યો હતો. એક વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે કમલાને હરાવવાનું વધુ સરળ હશે. ટ્રમ્પે કહ્યું, "બાયડન આપણા દેશના ઈતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. આપણા દેશે તેમના જેટલો ખરાબ રાષ્ટ્રપતિ ક્યારેય જોયો નથી. હવે જો બાયડન કરતા કમલા હેરિસને હરાવવાનું સરળ હશે."
ADVERTISEMENT
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર ટ્રમ્પે બાયડનને ચાલાક ગણાવ્યા અને કહ્યું કે તે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોગ્ય નથી. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયરે કમલા હેરિસને બાયડન કરતાં 'ઓછી સક્ષમ' ગણાવી છે.
જાણીતું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઘણા વળાંકો જોવા મળી રહ્યા છે. બાયડને પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે કમલા હેરિસ ડેમોક્રેટ્સના ઉમેદવાર બનશે કે નહીં? જો આમ થશે તો ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની રણનીતિ બદલવાની ફરજ પડશે.
દરમિયાન, ટ્રમ્પ અને તેમના સમર્થકો દાવો કરે છે કે તેમના માટે કમલા હેરિસને હરાવવાનું સરળ બનશે. જો કે, તે એટલું સરળ બનશે નહીં. જો બાયડન સામે ડોનાલ્ડ ટ્રમ્પ માટે વસ્તુઓ સરળ બની ગઈ હતી. ટ્રમ્પ પર હુમલા બાદ સહાનુભૂતિની લહેર પણ તેમની તરફેણમાં જઈ રહી હતી. પરંતુ જો ટ્રમ્પને કમલા હેરિસના રૂપમાં નવા પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડશે તો તેણે પોતાની રણનીતિઓ પણ બદલવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.