બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પહેલા નકલી પોલીસ.. પછી નકલી જજ, હવે કચ્છમાંથી ઝડપાઈ નકલી EDની ટીમ

કાર્યવાહી / પહેલા નકલી પોલીસ.. પછી નકલી જજ, હવે કચ્છમાંથી ઝડપાઈ નકલી EDની ટીમ

Last Updated: 09:37 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ કચ્છ એલસીબીએ નકલી EDની ટીમને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલીઓની ભરમાર ચાલી રહી છે. નકલી સરકારી ઓફિસ, નકલી પોલીસ, નકલી CBI, નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી મંત્રીના પીએ, નકલી આર્મી મેન, નકલી શાળા, નકલી કચેરી બાદ હવે નકલી EDની આખે આખી ઝડપાઈ છે. કિરણ પટેલના નકલીપણા બાદ રાજ્યમાં નકલીઓ બોલબાલા વધી હોય તેમ અવાર-નવાર બોગસ અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે નકલી EDની ટીમને ઝડપી પાડી છે.

નકલી EDની ટીમને ઝડપાઈ

પૂર્વ કચ્છ એલસીબી દ્વારા પૂછપરછ દરમિયાન નકલી Enforcient Directorateની ટીમ ઝડપાઈ છે. જો કે, સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ નકલી PA ઝડપાયો હતો

અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી

PROMOTIONAL 7

આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની PM મોદીને અનોખી ભેટ, હીરાથી બનેલો 'નવભારત રત્ન' અર્પણ કરાયો

નકલી આઈપીએસ ઝડપાયો હતો

થોડા દિવસ અગાઉ સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો હતો. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Fake ED Fake ED Team Kutch Fake ED Team
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ