બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake tremors reported in rural areas of Talala

ભૂકંપ / સતત ત્રીજી વખત તાલાળાની ધરા ધ્રૂજતા લોકોમાં હાહાકાર મચ્યો, અફરા તફરીનો માહોલ

vtvAdmin

Last Updated: 07:18 PM, 16 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના તાલાલામાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ગીર સોમનાથના તાલાળા તાલુકામાં ભૂકંપના આચકો અનુભવાયો છે. ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સામાન્ય ધ્રુજારીથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગઇકાલે પણ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આપ્યા હતા.

તાલાળાથી 16 K.M. દૂર ભૂકંપનું એપીસેન્ટર નોંધાયુ હતું
બે દિવસ અગાઉ પણ ગીર સોમનાથમાં આવેલા તાલાળામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં હાહાકાર મચ્યો હતો. ગીર સોમનાથના તાલાળામાં મોડી રાતે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઉંઘમાંથી ઉઠ્યા હતા અને ઘરની બહાર નીકળ્યા હતા. ભૂંકપની જાણ સમગ્ર વિસ્તારમાં થતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો. લોકો ઘરમાંથી દોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો રિક્ટર સ્કેલ પર ભૂકંપનો આંચકાની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. એટલું જ નહીં તાલાળાથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું એપીસેન્ટર નોંધાયુ હતું.

મહત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં આ પ્રકારના ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા છે. જેને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં ભયનો માહોલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Gir somnath talala Earthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ