Earthquake Tremors Felt In Delhi, Neighbouring Cities
કુદરતી આફત /
BIG NEWS : મોડી રાતે મોટા ભૂકંપથી ધ્રજી ઉઠ્યું ઉત્તર ભારત, 4 રાજ્યોમાં ઉગ્ર આંચકા આવતાં લોકોમાં નાસભાગ
Team VTV11:58 PM, 21 Mar 23
| Updated: 12:01 AM, 22 Mar 23
મંગળવારે મોડી રાતે ભારતના 4 રાજ્યોમાં મોટો ભૂકંપ આવતાં લોકો ફફડી ઉઠ્યાં હતા.
મંગળવાર રાતે ભારતના ચાર રાજ્યો ભૂકંપથી ધ્રજી ઉઠ્યાં
દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ
ચીન, તઝાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત 9 દેશોમાં પણ ધરતીકંપ
રાતના સમય હોવાથી સુતેલા લોકો જાગીને દોડ્યાં
મંગળવારે મોડી રાતે ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો ઓથાર જામ્યો હતો. રાતનો સમય હોવાથી લોકો સુવાની તૈયારી કરી રહ્યાં હતા અથવા સુતા હતા તેવે ટાણે ભૂકંપ આવ્યો હતો.
VIDEO | People rush out of their houses in Delhi-NCR as earthquake felt in north India. pic.twitter.com/qfxYolZhy2
#WATCH | Uttar Pradesh: People rush out of their houses in Vasundhara, Ghaziabad as strong earthquake tremors felt in several parts of north India. pic.twitter.com/wg4MWB0QdX
લોકો શેરીઓ અને ઉદ્યાનો તરફ દોડ્યાં
આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઇ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાનો તરફ દોડવા લાગ્યા. આ તાજેતરનો ભૂકંપ એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર અથવા ઘરમાં ક્યાંય પણ હતા તેમને તેનો અનુભવ થયો. હાલ લોકો ભયભીત છે.
લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તઝાકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાતે 10.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો.
#WATCH | J&K: People in Srinagar rush out of their houses as strong tremors of earthquake felt in several parts of north India. pic.twitter.com/7pXAU0I1WX
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 રહી હતી.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
- 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
- 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
- 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
- 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
- 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
- 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
-7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
- 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
- 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.