બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake tremors felt again in Amreli's Mitiyala division
Malay
Last Updated: 01:01 PM, 27 December 2022
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવતાં અને છાસવારે આવતાં ધરતીકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
ADVERTISEMENT
સ્થાનિકોમાં ફફડાટ
આજ સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિકો પોતા પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક માસમાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળા પંથકમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.
2022માં અનુભવાયા 225 જેટલા ભૂકંપના આંચકા
સિસમોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે. મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.
જો ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
- 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
- 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
- 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
- 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
- 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
- 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
-7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
- 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
- 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.