Team VTV02:20 PM, 06 Feb 23
| Updated: 01:53 PM, 06 Feb 23
દક્ષિણપૂર્વ તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે નુકસાન, બંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયી
તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકાથી ભારે વિનાશ
બંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયી
તુર્કી-સીરિયામાં ભૂકંપથી કુલ 757 લોકોના મોત
ભૂકંપની ઘટનામાં હજી મૃત્યુઆંક વધવાની આશંકા
સોમવારે તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકાથી ભારે વિનાશ સર્જાયો છે. વિગતો મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. દક્ષિણ પૂર્વ તુર્કી અને સીરિયામાં કુલ 360 લોકો માર્યા ગયા છે. જોકે મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા સેવાઇ રહી છે.
ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝિયાંટેપ કે જે તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે ત્યાં નોંધાયું છે. આવી સ્થિતિમાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સરહદની બંને બાજુ ભારે વિનાશ થયો છે. સ્થાનિક સમય અનુસાર તુર્કીમાં ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી.
ભૂકંપના આંચકાથી ભારે વિનાશ
ભૂકંપના જોરદાર આંચકામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં 53 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તુર્કીના ઓસ્માનિયામાં 34 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કરીને જણાવ્યું કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક આવ્યા હતા. એર્દુગને લોકોને નુકસાન પામેલી ઈમારતોમાં ન પ્રવેશવાની અપીલ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, સીરિયાના લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાંથી નુકસાનના અહેવાલો છે. સિવિલ ડિફેન્સ અનુસાર, સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
DEVELOPING: Multiple residential buildings/ apartment complexs' have collapsed as a result of a powerful 7.8 magnitude earthquake in Turkey.pic.twitter.com/7vmmImxLRG
1999મા આવેલા ભૂકંપમાં 18000 લોકોના થયા હતા મોત
તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. 1999માં અહીં આવેલા ભૂકંપમાં 18000 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.
An earthquake of magnitude 7.8 occurred 23 km East of Nurdagi, Turkey: USGS Earthquakes
જાણો ધરતીકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.