બ્રેકિંગ ન્યુઝ
VTV / Earthquake shakes Pakistan Afghanistan including India more than 10 dead more than 100 injured
Last Updated: 08:53 AM, 22 March 2023
ADVERTISEMENT
પાકિસ્તાન અને અફગાનિસ્તાનમાં મંગળવારે 6.5 તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેનાથી લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નિકળી ગયા હતા. આટલું જ નહીં દૂરના ગામોમાંથી લોકોને આ ભૂકંપે ડરાવી દીધા હતા. બન્ને દેશોના ઘણા ભાગોમાં આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
100થી વધારે લોકો હોસ્પિટલોમાં દાખલ
પાકિસ્તાનની ઈમરજન્સી સેવાઓના એક પ્રવક્તા બિલાલ ફેઝીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમી ખેબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત ઘાટી ક્ષેત્રમાં આઘાતના કારણે 100થી વધારે લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
At least 11 people were killed, while more than 100 people were injured in Swat valley region of Pakistan’s northwestern Khyber Pakhtunkhwa province after a magnitude 6.5 earthquake jolted Pakistan & Afghanistan, reports AP
— ANI (@ANI) March 22, 2023
Strong tremors from the earthquake were also felt in…
તેમણે કહ્યું, "ડરવાના કારણે આ લોકો જમીન પર પડી ગયા અને તેમાંથી અમુક ભૂકંપના ઝટકાના કારણે પડી ગયા." ફેઝીએ કહ્યું કે મોટાભાગને પ્રારંભિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
ભૂકંપના કારણે પહાડી વિસ્તારમાં લેન્ડસ્લાઈડ
ફેઝી અને અન્ય અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમોત્તર પાકિસ્તાનના વિવિધ ભાગોમાં છત પડવાના કારણે 11 લોકોના મોત થયા છે. અફગાનિસ્તાનમાં કેન્દ્રિત ભૂકંપથી ઘણા લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે અમુક પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું. જેના કારણે યાતાયાત પર પણ અસર પડી.
2 dead, 6 injured as 6.8 magnitude earthquake jolts parts of Pakistan
— ANI Digital (@ani_digital) March 21, 2023
Read @ANI Story | https://t.co/yma3oWIDLH#Pakistan #Earthquake #PakistanEarthquake #HinduKush pic.twitter.com/h3dTlh8cmk
પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, પેશાવર, ઝેલમ, શેખુપુરા, સ્વાત, નૌશેરા, મુલ્તાન, સ્વાત, શાંગલા સહિત વિવિધ સ્થાનો પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા ભારત, અફગાનિસ્તાન, કિર્ગિસ્તાન, ઉજ્બેકિસ્તાન ચીન સહિત ઘણા દેશોમાં પણ અનુભવાયા હતા.
અફગાનિસ્તાનમાં હતું ભૂકંપનું કેન્દ્ર
યુએસ જિયોલોજિકલ સર્વિસના અનુસાર, 6.5 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફગાનિસ્તાનના જુર્મના 40 કિમી દક્ષિણ પૂર્વ હતો. ભૂકંપ લગભગ 190 કિમી ઉડાઈમાં થયો.
ભારતના નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ રાત્રે 10.17.27 વાગ્યે ભૂકંપની તીવ્રતા 6.6 માપી. તેના કેન્દ્ર ઉત્તરી અફગાનિસ્તાનમાં ફેઝાબાદથી 133 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં 156 કિમીની ઉંડાઈ પર હતું.
અફગાનિસ્તાનના ઘણા શહેરોમાં પણ આવી સ્થિતિ
કાબુલ અને અફગાનિસ્તાનના અન્ય ભાગોમાં પણ ભૂકંપના બાદની સ્થિતિ પાકિસ્તાન જેવી હતી. કાબુલ નિવાસી શફીઉલ્લા આઝમીએ કહ્યું, "ભૂકંપ એટલે તેજ અને ભયાનક હતો, અમેને લાગ્યું કે ઘર અમારા પર પડી રહ્યું છે. લોકો બુમો પાડી રહ્યા હતા અને હેરાન હતા."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.