Team VTV07:45 PM, 27 Aug 21
| Updated: 08:36 PM, 27 Aug 21
કચ્છની ધરા પર ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો, 3ની તીવ્રતા અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું
કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
રિકટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો
ગુજરાતમાં કચ્છની ધરા ફરી એક વાર ધ્રૂજી ઉઠી છે. 3ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ વખતે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું છે. આ અગાઉ 21 ઓગસ્ટે કચ્છમાં બપોરે 12.08 કલાકે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું.
19 ઓગસ્ટે જામનગરમાં આવ્યો હતો ભૂકંપ
જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી. આજ સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા. જામનગર ખાતે ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર દોડ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. સાંજે 7:13 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. ભૂંકપના જોરદાર ઝટકાથી લોકો ભયભીત બન્યા હતા.
ભૂંકપના આંચકા આવે ત્યારે શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?