હિમાચલ પ્રદેશ બાદ શુક્રવારે અરુણાચલ પ્રેદશમાં પણ ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
હિમાચલ બાદ અરુણાચલમાં પણ ભૂકંપ આવ્યો
બપોરના સમયે ધરતી ધણધણી
રિક્વર સ્કેલ પર 3.5ની તિવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશ બાદ શુક્રવારે અરુણાચલ પ્રેદશમાં પણ ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કહેવાય છે કે, ભૂકંપના આ ઝટકા બપોરે લગભગ 12.40 કલાકની આસપાસ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની તિવ્રતા 4.2 ની હતી. આ અગાઉ શુક્રવારે સવારે હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
કહેવાય છે કે, ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશના ચાંગલાંગથી 222 કિમી દક્ષિણમાં હતું. જો કે, ભૂકંપના કારણે અત્યાર સુધી જાનમાલનું કોઈ નુકસાન થયું તેવી ખબર આવી નથી.
An earthquake of magnitude 4.2 occurred at around 12:39pm, 222km South of Changlang, Arunachal Pradesh, today: National Center for Seismology pic.twitter.com/jpAqL8IZsX
આ અગાઉ હિમાચલ પ્રદેશમાં પણ શુક્રવારે સવાર 7 કલાકને 46 મીનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 3.5 હતી, ભૂકંપનું કેન્દ્ર ધર્મશાળાથી 57 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં હતું. જો કે, ભૂકંપની તિવ્રતા ખૂબ ઓછી હતી. ત્યારે આવા સમયે હજૂ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર આવ્યા હતા.
11 મેના રોજ ઉત્તરાખંડમાં આવ્યો હતો ભૂકંપ
આ અગાઉ 11મેના રોજ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જ્યાં ભૂંકપ આવ્યો હતો, તે નેપાળની સરહદથી અડીને આવેલો વિસ્તાર છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.6 માપવામા આવી હતી. આ દરમિયાન પણ કોઈ નુકસાન થયું નહોતું.