દેશની રાજધાની દિલ્લી સહિત એનસીઆરમાં આજરોજ સવારે ભકંપના આંચકા અનુભવાયા છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9 હતી. ભૂકંપના આંચકાને દિલ્હી સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં મહેસૂસ કરાયો હતો.
ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એક મળતા અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પશ્ચિમી ઉત્તર પ્રદેશના બાગપત પાસે હતું. જો કે ભૂકંપના આંચકાથી હજુ સુધી કોઇ નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૂકંપનું એપીસેન્ટર જમીનમાં 5 કીમી નીચે હતું.
જો કે મળતી માહિતી મુજબ બુધવારે માત્ર દિલ્લી-એનસીઆર જ નહીં પરંતુ દુનિયા અનેક ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં તજાકિસ્તાન અને અમેરિકાના કેટલા ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
અમેરિકાના બ્યૂફડેલમાં 3.7 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે ધરતીની ઉપરનું પડ સાત ટેક્ટોનિક પ્લેટમાંથી બનેલું છે.
જ્યારે પણ આ પ્લેટ એકબીજા સાથે ટકરાઇ છે ત્યારે ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ દરમિયાન ભૂકંપ આવે છે આ પ્લેટ એકબીજામાં જવાનો પ્રયત્ન કરતી હોય છે. જો ઘણ વખત ભૂકંપની તીવ્રતા વધારે હોય છે ત્યારે થોડા સમય માટે આફટરશોક આવવાનો ભય રહેતો હોય છે.