earthquake in uttarkashi of uttarakhand 4.1 magnitude on Richter scale
ઉત્તરકાશી /
ઉત્તરાખંડમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, 4.1 ની તીવ્રતાથી ધ્રુજી ઉઠી ધરા
Team VTV07:45 AM, 12 Feb 22
| Updated: 07:50 AM, 12 Feb 22
ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી હતી.
ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.એક ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશીમાં 39 કિમી પૂર્વમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી હતી.
Earthquake of magnitude:4.1 occurred around 05:03:34 IST, today at 39km E of Uttarkashi, Uttarakhand, pic.twitter.com/VUkLHtUR4T
ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ કેટલીય જગ્યા પર લોકો ઘરમાંથી બહાર નિકળી ગયા હતા. દિલ્હી એનસીઆરના નોઈડામાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. જમ્મુના કેટલાય જિલ્લામાં પણ લોકોએ ધરતી કંપન અનુભવ્યું હતું.
ભૂકંપ આવે ત્યારે શું કરવું શું ન કરવું જોઈએ
ભૂકંપના ઝટકા અનુભવાય ત્યારે એકદમ ગભરાવવું નહીં, સૌથી પહેલ આપ કોઈ પણ બિલ્ડીંગમાં હોવ તો, ત્યાંથી બહાર નિકળી ખુલ્લામાં આવી જાવ. બિલ્ડીંગની નીચે ઉતરતા લિફ્ટનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં. ભૂકંપના સમયે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તો વળી જો બિલ્ડીંગની નીચે ઉતરવાનું શક્ય ન હોય તો, પછી આજૂબાજૂના કોઈ મેજ, ઉંચી ચોકી અથવા બેડની નીચે છુપાઈ જાવ.
-ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
-વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
-ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
-ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
-ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
-ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
-ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
-દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.