તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા લગભગ 45 હજારને પાર થઈ ગઈ છે, ભૂકંપના 278 કલાક બાદ મોતને હાથ તાળી આપી એક શખ્સ જીવતો બહાર નીકળ્યો છે
તુર્કી, સીરિયામાં ભૂકંપથી લગભગ 45 હજારના મોત
128 કલાક બાદ પણ 141 લોકો જીવતા બહાર આવ્યા હતા
11 દિવસ બાદ 14 વર્ષના બાળક સહિત ત્રણને જીવતા બહાર કઢાયા
તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા લગભગ 45 હજારને પાર થઈ ગઈ છે. એક લાખથી વધારે લોકો ઘાયલ થયા છે અને લાખો લોકો બેઘર થયા છે. આ તમામની વચ્ચે 11 દિવસ એટલે કે 278 કલાક બાદ કાટમાળ નીચેથી 14 વર્ષના કિશોર સહિત અન્ય બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જેને લોકો કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે
ફાઈલ તસવીર
ભૂકંપ બાદ 6000 જેટલી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે
કાટમાળ નીચેથી બહાર આવેલી જીવિત વ્યક્તિએ તરત જ તેનો પરિવાર ક્યાં છે, મારી મા કેમ છે? તેવી પૃચ્છા કરી હતી. ભૂકંપ બાદ 6000 જેટલી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને સેંકડો આફ્ટરશોકથી હજુ પણ ઝઝૂમી રહ્યા છે, પરંતુ આ સમગ્ર તબાહી અને નિરાશા વચ્ચે લોકોના જીવતા રહેવાની ચમત્કારી ઘટનાઓ પણ સામે આવી છે. સીરિયાની બોર્ડર નજીક આવેલા એક વિસ્તારમાં ભૂકંપ બાદ હટાવેલા કાટમાળમાંથી 128 કલાક બાદ પણ 141 લોકો જીવતા બહાર આવ્યા હતા. ઘટનાસ્થળ પર તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી હતી. તુર્કીના વિનાશકારી ભૂકંપના 12 દિવસ બાદ પણ કડકડતી ઠંડી વચ્ચે કાટમાળમાંથી જીવિત વ્યક્તિને કામગીરી ચાલી રહી છે,
'200થી વધુ સ્થળો પર બચાવકાર્ય ચાલી રહ્યું છે'
જોકે હવે કાટમાળ નીચે જીવિત રહેલા લોકોની સંખ્યા જૂજ હોઈ શકે તેમ મનાય છે. તુર્કીના રાષ્ટ્રપતિ ફુઅત ઓકતેના જણાવ્યા અનુસાર હાલમાં 200થી વધુ સ્થળો પર બચાવકાર્ય ચાલી રહ્યું છે. લાખો લોકો હાડથિજાવતી ઠંડીમાં આશ્રય વગર થથરી રહ્યા છે. ત્રણ પ્રાંત અદના, કિલિસ અને સાનલી ઉરફામાં બચાવકાર્ય પૂરું કરાયું છે.