Earthquake in Indonesia: Magnitude 7.7 earthquake strikes Flores Sea in Indonesia tsunami warning issued
ધરા ધ્રુજી /
BIG BREAKING: ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, સુનામીનું ઍલર્ટ જાહેર
Team VTV10:03 AM, 14 Dec 21
| Updated: 10:13 AM, 14 Dec 21
BIG BREAKING: ધણધણી ઉઠી ઈન્ડોનેશિયાની ધરા, રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ તીવ્રતા
ઈન્ડોનેશિયામાં ભયંકર ધરતીકંપ
7.7ની તીવ્રતાથી આવ્યા આંચકા
ત્સુનામીની ચેતવણી જાહેર
ઈન્ડોનેશિયામાં મંગળવારે જોરદાર ભૂકંપનાં આંચકા આવ્યા છે, જે બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ઈન્ડોનેશિયાનાં નુસા તેંગારામાં 7.5ની તીવ્રતાના આંચકા આવ્યા જે બાદ સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ધરતીનાં પાંચ કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.
BREAKING: An undersea earthquake measuring magnitude 7.3 has hit off Indonesia's Flores Island, and a meteorological agency has issued a tsunami alert. https://t.co/1SNaQEXRuy
સુનામીનું અલર્ટ જાહેર
પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે 1000 કિમી સુધી સમુદ્ર તટ પર ભયાનક લહેરો ઊઠવાની સંભાવના છે. ભૂકંપનાં કારણે નુકસાન થયું હોય તેવા લોકોની સંખ્યા હાલ તો ઓછી છે. જોકે સુનામી અને ભૂસ્ખલનનો ખતરો પેદા થઈ ગયો છે. આ પહેલા શુક્રવારે જ આ દેશના સુમાત્રા દ્વીપ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નોંધનીય છે કે ઈન્ડોનેશિયામાં અવાર નવાર ભૂકંપ આવ્યા કરે છે.
2004માં લાખો લોકોએ ગુમાવ્યો હતો જીવ
નોંધનીય છે કે ઈન્ડોનેશિયા દેશ પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયર પર આવેલું છે, આ જ કારણ છે કે અહિયાં અવારનવાર ભૂકંપનાં આંચકા આવતા જ હોય છે . અહીની પ્લેટોમાં અવાર નવાર ફેરબદલ થાય છે, 2004માં ઈન્ડોનેશિયામાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 9.1 નોંધાઈ હતી. આ ભૂકંપ બાદ આખા દક્ષિણ એશિયામાં સુનામી આવી હતી અને 2.2 લાખ લોકોનાં મોત થયા હતા. એકલા ઈન્ડોનેશિયામાં જ 1.7 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો.