બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાનમાં ભૂકંપથી તબાહી, 4 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ, અનેક ઈમારતો ધરાશાયી

બ્રેકિંગ / ઈરાનમાં ભૂકંપથી તબાહી, 4 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ, અનેક ઈમારતો ધરાશાયી

Last Updated: 10:39 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનના રઝાવી ખોરાસન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં 4.9ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુવાયો હતો, જેમાં 4 લોકોના મોત તેમજ અનેક ઘાયલ થયાના સમાચાર છે

ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ છે. રઝાવી ખોરાસન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આ આંચકા અનુભવાયા હતો. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયાની વિગતો સામે આવી છે. ભૂકંપની માહિતી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસને કાશ્મીર કાઉન્ટી વિસ્તારમાં સર્ચ ડોગ્સ સાથે 5 ટીમ મોકલી છે. તો બીજી તરફ 6000 લોકોને સમાઈ શકે તેટલી ક્ષમતાવાળા ત્રણ ઈમરજન્સી શેલ્ટર પણ બનાવવામાં આવી રહ્યા છે.

PROMOTIONAL 13

35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપ બાદ 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરમાં કેટલીક ઈમારતો તેમજ અનેક રસ્તાઓને નુકસાન થયું છે. હાલ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. ઈરાન જે ફોલ્ટ લાઈન પર આવેલું છે. અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં પણ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે તીવ્રતા 7.3 નોંધાઈ હતી. ભૂકંપના કારણે 500થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા.

1200_628 Ad 2

ભૂકંપની ઊંડાઈ કેટલી હતી ?

યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ 10 કિલોમીટર નીચે હતી. આ પુનરાવર્તિત આપત્તિને ટાળવા માટે ઈરાન તેની રિસ્પોન્સ ક્ષમતાને મજબૂત કરી રહ્યું છે. શહેરોમાં બનેલી જૂની ઈમારતોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવનારા ભૂકંપથી લોકોને સુરક્ષિત રાખી શકાય.

વાંચવા જેવું: પોરબંદરના દરિયા કિનારે મળેલા ચરસના પેકેટ મામલે નોંધાયો ગુનો, પોલીસે માછીમારોને કરી આ અપીલ

ઈરાનમાં અવાર નવાર ભૂંકપ આવે છે

ઈરાનમાં દર વર્ષે સરેરાશ 10,000 નાના-મોટા ભૂકંપ આવે છે. ઈરાન હજુ પણ બામ શહેરમાં 2003માં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારબાદ 6.6ની તીવ્રતાના ભૂકંપે આ ઐતિહાસિક શહેરને તબાહ કર્યો હતો. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

iran News iran earthquake News Earthquake News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ