ધરતીકંપ / કોરોના અને વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં ફરી ધરતી ધ્રુજી, કચ્છમાં એક અને જામનગરમાં ત્રણ ભૂકંપના આંચકા

earthquake hit kutch gujarat

ગુજરાત પર હાલ જાણે એક પછી એક સંકટ આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર રાજ્યમાં દેખાઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા થોડા દિવસથી જામનગર સહિત કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ગઇકાલે કચ્છમાં મોડી રાત્રે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે જામનગરમાં મોડી રાત્રે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ