બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake again in Kutch: Magnitude 2.6 on Richter scale, epicenter just 17 km away from Khawda

ધરતીકંપ / ભૂકંપના આંચકાથી ધ્રૂજી કચ્છની ધરા: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 2.6ની તીવ્રતા, કેન્દ્રબિંદુ ખાવડાથી માત્ર 17 કિમી દૂર

Last Updated: 02:33 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake in Kutch: ફરી ધણધણી ઉઠી કચ્છની ધરા,2.6ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ આંચકો, કેન્દ્રબિંદુ ખાવડાથી 17 કિલોમીટર દૂર

  • કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઇ 
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 17 કિલોમીટર દૂર

Earthquake In Kutch: ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યાર પછી તો કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે.  કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી કચ્છની (Earthquake in kutch) ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના ખાવડા નજીક ગતરાત્રીએ 10.48 વાગ્યે ભૂકંપ આંચકો અનુભવાયો હતો.

An earthquake of magnitude 3.6 was felt in Kutch

 

રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.6ની તીવ્રતા
ગઈકાલે રાત્રે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. મોડીરાત્રે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 17 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

1 સપ્ટેમ્બરે આવ્યો હતો 4.5ની તીવ્રતાનો ભૂકંપ
આપને જણાવી દઈએ કે, આ પહેલા કચ્છમાં 1 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમા રાત્રીના 8.54 મિનિટે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 15 કિલોમીટર દૂર હતું. આ અગાઉ પણ દૂધઈમાં જ 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 

કચ્છમાં ફરી ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી ધરતી, ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું  કેન્દ્રબિંદુ | Earthquake shakes Kutch again, epicenter was reported at 11  km from Bhachau

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?

  • 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
  • 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
  • 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
  • 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
  • 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
  • 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.  
  • 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
  • 7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.  
  • 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
  • 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

ભૂકંપ કેમ આવે છે ?

આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?

સંકળાયેલા મુદ્દાઓ

2.6ની તીવ્રતા નોંધાઈ Earthquake Earthquake in kutch Khawda richter scale કચ્છની ધરા ધ્રુજી કચ્છમાં ભૂકંપ Earthquake in kutch
Malay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ