આગાહી /
શું ભારતમાં આવશે તુર્કીયે જેવો ભૂકંપ? ભવિષ્યવાણી કરનારે એશિયાઇ દેશોને લઇને આપી હતી આ ચેતવણી
Team VTV11:10 AM, 22 Mar 23
| Updated: 11:23 AM, 22 Mar 23
અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 10 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 160 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની આગાહી ડચ સંશોધકો દ્વારા પહેલેથી જ કરવામાં આવી હતી.
ભૂકંપની આગાહીઃ અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં મંગળવારે 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 10 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 160 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની આગાહી ડચ સંશોધકો દ્વારા પહેલેથી જ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ધરતીકંપ પછી જ ડચ સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે જાહેરાત કરી કે આગામી મોટો ભૂકંપ એશિયન દેશમાં આવશે. એક વીડિયોમાં ફ્રેન્ક હોગરબિટ્સ મોટા ભૂકંપની આગાહી કરતા જોવા મળ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર મંગળવારની રાત્રે આવેલા ભૂકંપની શરૂઆત સપાટીથી 187 કિમી નીચે આવી હતી.
At least 11 people were killed, while more than 100 people were injured in Swat valley region of Pakistan’s northwestern Khyber Pakhtunkhwa province after a magnitude 6.5 earthquake jolted Pakistan & Afghanistan, reports AP
Strong tremors from the earthquake were also felt in…
હોગરબીટ્સે કહ્યું, એશિયાઈ દેશો તુર્કી જેવા ભૂકંપ અથવા કુદરતી આફતોનો સામનો કરશે. તેમના મતે આગામી ભૂકંપ અફઘાનિસ્તાનથી શરૂ થશે અને અંતે પાકિસ્તાન અને ભારતને પાર કરીને હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.
ફ્રેન્કે ભારત-પાક વિશે શું કહ્યું?
આ વીડિયો ક્લિપમાં હોગરબીટ્સને એમ કહેતા સાંભળી શકાય છે કે જો આપણે વાતાવરણમાં ફેરફારના પગલે આ પ્રદેશો ધરતીકંપનો ભોગ બની શકે છે. પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે ધ્યાનમાં રાખો કે આ રફ અંદાજો છે અને બધા મોટા ધરતીકંપો પર્યાવરણમાં તેમની છાપ છોડતા નથી અને તેથી દરેક ભૂકંપ વિશે ખ્યાલ રહેતો નથી. તેમણે દાવો કર્યો હતો કે આ અંદાજો કામચલાઉ છે કારણ કે વાતાવરણની વધઘટથી દરેક ભૂકંપ વિશે જાણકારી નથી મળતી. ફ્રેન્ક હોગર સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (SSGS) નામની સંસ્થામાં સંશોધક છે.